આલિયા ભટ્ટની માતા સોની રાઝદૃાનનો સવાલ : એક દિૃવસ તેમના બાળકો પણ આ જ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગશે ત્યારે તેઓ શું કરશે?

મુંબઈ,બોલિવૂડ એક્ટર સુશાંત િંસહ રાજપૂતના આકસ્મિક નિધન બાદૃથી સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મને લઈ ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. ૧૪ જૂનના રોજ સુશાંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંત ડિપ્રેશનમાં હતો અને છેલ્લાં છ મહિનાથી સારવાર કરાવતો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ સુશાંતના નિધન માટે સ્ટારકિડ્સને જવાબદૃાર ઠેરવી રહૃાાં છે. તાજેતરમાં ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ નેપોટિઝ્મને લઈ ટ્વીટ કરી હતી અને આલિયા ભટ્ટની માતા સોની રાઝદૃાને નેપોટિઝ્મને લઈ સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે આજે આ મુદ્દે જોરશોરથી ચર્ચા કરતાં લોકોના બાળકો જ્યારે આ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતા હશે ત્યારે તેઓ શું કરશે?હંસલ મહેતાએ એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કહૃાું હતું, ‘નેપોટિઝ્મની ચર્ચા વ્યાપક રીતે કરવી પડશે. મેરિટ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે.
મારા કારણે મારા દૃીકરાને જગ્યા મળી અને શા માટે નહીં? જોકે, તે મારા સૌથી સારા કામનો અભિન્ન હિસ્સો રહૃાો છે, કારણ કે તેનામાં ટેલેન્ટ છે, તેનામાં શિસ્ત છે, મહેતન કરે છે અને મારામાં જે મૂલ્યો છે, તે જ તેનામાં છે. માત્ર એટલા માટે નહીં કે તે મારો દૃીકરો છે. અન્ય એક ટ્વીટમાં હંસલ મહેતાએ કહૃાું હતું, ‘તે ફિલ્મ બનાવશે પરંતુ એટલા માટે નહીં કે હું તેને પ્રોડ્યૂસ કરીશ. હું ના પણ કરું પરંતુ તે ફિલ્મ બનાવવા માટે લાયક છે. તેનું કરિયર ત્યારે જ બનશે જ્યારે તે સર્વાઈવ થશે. અંતે તો આ તેના માટે છે. તેણે પોતાની કરિયર જાતે બનાવવાની છે, તેના પિતા તેને કરિયર બનાવીને આપશે નહીં. મારી ઈમેજ તેના માટે સૌથી મોટો ફાયદૃો તથા સૌથી મોટો પડકાર બનશે.