ઉર્વશી ધોળકિયાને પ્રશંસકે સોશિયલ મીડિયા પર અપશબ્દૃ કહૃાા, બ્લોક કરવાની કરી માંગ

મુંબઈ,‘કસૌટી િંજદૃગી કીમાં કૌમોલિકા બાસુની ભૂમિકા ભજવીને ખૂબ પ્રખ્યાત બનેલી ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો માટે અવારનવાર પિક્ચર અને વીડિયો શેર કરતી રહે છે. જો કે કેટલીક વખત, સોશિયલ મીડિયા પર પ્રશંસકો તેની મર્યાદૃા ભૂલી જતા હોય છે. જેનો જવાબ આપવો આ સેલેબ્સ માટે જરૂરી છે.
થોડા દિૃવસ પહેલા જ ઉર્વશી ધોળકિયાની એક પોસ્ટ પર એક યુઝરે તેને અપશબ્દૃો કહૃાા હતા. તેની એક પોસ્ટ પર એક યૂઝરે ઉર્વશીને ‘ગોલ્ડ ડિગ્ગર કહૃાુ ત્યારે અભિનેત્રી બરાબરની ભડકી હતી તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ શેર કરી ગુસ્સો કર્યો હતો. ઇન્સ્ટાગ્રામને પણ આ યુઝરને તાત્કાલીક બ્લોક કરવા અપીલ કરી છે. ઉર્વશીએ તેની પોસ્ટમાં લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ મને લાગે છે કે આ વ્યક્તિને ડીલીટ કરી નાખવાનો આ યોગ્ય સમય છે. સોશિયલ મીડિયા પર ઘટીયા અને વાહિયાત વ્યક્તિને અટકાવવા જોઇએ. ઉર્વશી ધોળકિયાનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે જે હંમેશાં સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.
ઉર્વશીએ તેની કારકિર્દૃીની શરૂઆત જાહેરાતોથી કરી હતી. ૬ વર્ષની ઉંમરે એક સાબુ માટે જાહેરાત કરી હતી. આ પછી તે ટીવી સીરિયલ ‘દૃેખ ભાઈ દૃેખ માં દૃેખાઇ હતી જેમાં તેણે શિલ્પાની ભૂમિકા નિભાવી હતી. ઉર્વશી બિગ બોસ સિઝન ૬ માં જોવા મળી હતી અને તેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદૃ આવી હતી. ખૂબ જ નાની ૧૭ વર્ષની ઉંમરે ઉર્વશીના લગ્ન થયાં , ઉર્વશી બે જોડિયા પુત્રો સાગર અને ક્ષિતિજની માતા બની હતી. એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી િંજદૃગી કીમાં ખલનાયિકા બની પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. ઘરે ઘરે કૌમોલિકાના પાત્રથી જાણીતી અભિનેત્રી ખુબજ સફળ રહી છે.