ટાઈગર વર્કઆઉટ-થાક ઉતારવા માટે કપ થેરાપી કરે છે : રિપોર્ટ

ટાઇગરની પીઠ ઉપર લાલ ધબ્બા જોવા મળ્યા હતાં ત્ોવા રિયો ઓલિમ્પિક વેળા ફેલ્પ્સના શરીર પર દૃેખાયા હતા

મુંબઈ, ‘બાગી સીરિઝ અને ‘વોર જેવી ફિલ્મ્સમાં ભરપૂર એક્શન દ્રશ્યોથી લોકોના દિૃલમાં સ્થાન જમાવનાર ટાઈગર શ્રોફે તાજેતરમાં જ એક વિડીયો શૅર કર્યો હતો. જેમાં તે જોરદૃાર ટ્રેિંનગ લઈને પોતાનો સમય પસાર કરતો જોવા મળ્યો હતો. આ વિડીયોમાં ટાઈગર શ્રોફ જિમ્નાસ્ટિક કરતા જોવા મળ્યો હતો. જોકે, હવે તેની કેટલીક એવી તસવીરો સામે આવી છે. જેમાં આ એક્ટરની પીઠ પર લાલ ચકામા (ધબ્બા) જોવા મળ્યા હતાં. આ ચકામા એવા જ છે જે રિયો ઓલિમ્પિક દૃરમિયાન લીજેન્ડ સ્વિમર માઈકલ ફેલ્પ્સના શરીર પર જોવા મળ્યા હતાં. અમેરિકન સ્વિમર માઈકલ ફેલપ્સે રિયો ઓલિમ્પિકમાં ૪ ગોલ્ડ મેડલ જીતીને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. જોકે, આ સાથે જ સ્વિિંમગ પૂલમાંથી બહાર નીકળતા સમયે તેના શરીર પરના લાલ ધબ્બાઓએ પણ ફેન્સને આશ્ર્ચર્યમાં મૂક્યાં હતાં. એ સમયે ફેન્સ વચ્ચે ચર્ચા જામી હતી કે માઈકલ ફેલપ્સ શું કોઈ બીમારીથી પીડાઈ રહૃાો છે કે પછી તે કોઈ થેરાપીની મદૃદૃ લઈ રહૃાો છે ? હવે ટાઈગર શ્રોફના શરીર પર પણ આવા જ નિશાન જોવા મળ્યા છે. રિયો ઓલિમ્પિક સમયે ફેલ્પ્સના લાલ ધબ્બાઓ ચર્ચામાં રહૃાા હતાં. જોકે, પછીથી એવું સામે આવ્યું હતું કે, લિજેન્ડ સ્વિમરના શરીર પર આ નિશાન કપ થેરાપીના હતાં. ટાઈગર શ્રોફની શાનદૃાર બોડીના પણ ફેન્સ દિૃવાના છે. ટાઈગરનું લોખંડી શરીર જોઈને અંદૃાજો લગાવી શકાય છે કે તેણે કેટલી મહેનત, તાકાત, સ્ટેમિનાથી પોતાના શરીર પર હાર્ડવર્ક કર્યું છે. કપ થેરાપી ચીનની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જે લેવાથી શરીરની માંસપેશિઓને આરામ રહે છે. જ્યારે શરીર પાસે ખૂબ જ મહેનત લેવામાં આવે છે ત્યારે માંસપેશિઓ તૂટતી હોય તેવું લાગે
છે. જેના કારણે થતું દૃર્દૃ પણ લાંબા સમય સુધી રહે છે. જોકે, કપ થેરાપી લેવામાં આવે તો આ દૃર્દૃ લાંબો સમય સુધી ટકતું નથી. લંડન ઓલિમ્પિક દૃરમિયાન માઈકલ ફેલ્પ્સ એક દિૃવસમાં ૧૦થી ૧૨ હજાર કેલેરી લઈ રહૃાો હતો અને એ મુજબ જ મહેનત કરતો હતો. જેથી હવે તમને અંદૃાજો આવી જ ગયો હશે કે આ થેરાપી લેવાની શા માટે જરુર પડે છે. એવું માનવામાં આવી રહૃાું છે કે ટાઈગર શ્રોફ પણ પોતાના શરીરને જાળવી રાખવા માટે જિમમાં પણ ખૂબ જ પરસેવો વહાવે છે જેથી મસલ્સમાં દૃર્દૃમાંથી રાહત મેળવવા માટે આ થેરાપીની મદૃદૃ લેતો હોય.
આ થેરાપીમાં કાચના કપ્સને ગરમ કરીને શરીર પર રાખવામાં આવે છે. શરીરના જે ભાગમાં મસલ્સમાં પારાવાર તકલીફ થતી હોય તે ભાગમાં વધારે કપ રાખવામાં આવે છે. આ કપ બે પ્રકારના હોય છે. એક સાધારણ કપ જે ગોળ હોય છે અને એક જે દૃરેક બાજુથી ખુલ્લા હોય છે. આ કપને ગરમ કરીને શરીર પર રાખવામાં આવે છે. કસરત કરી એક્ટિવ રહેતા લોકો અને ખેલાડીઓ તેમજ એથ્લીટ મોટાભાગે આ થેરાપીનો ઉપયોગ પીઠ, ખભ્ભા અને જાંઘો પર કરે છે. જે બીજા કપ હોય છે તેમાં મુખ્ય અને અન્ય એક છિદ્ર પણ હોય છે. જેને શરીર પર રાખીને નાના છિદ્ર વડે હવા નીકાળવામાં આવે છે અને પછી તે બંધ કરી દૃેવામાં આવે છે. જેથી કપની અંદૃર વેક્યૂમ બને છે અને ત્વચા ખેંચાઈને ઉપર આવી જાય છે. જ્યારે કપને હટાવવામાં આવે છે ત્યારે શરીર પર લાલ ધબ્બા રહી જાય છે. ટાઈગર શ્રોફે જે રીતે વર્કઆઉટ કરીને પોતાની ધાંસૂ બોડી બનાવી છે. તે જોઈને તમે અંદૃાજો લગાવી શકો છો કે તેના શરીરને કેટલું સહન કરવું પડયું હશે.