પિતાએ મને દૃરેક સ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું છે: શાન

તમે કોઈ પાસે કંઈ લીધું હોય તો હંમેશાં તેને પાછું આપવું

મુંબઈ, શાનનું કહેવું છે કે, તેના પપ્પાએ તેને દૃરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું હતું. તે જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે તેના પપ્પાનું અવસાન થયું હતું. તેના પપ્પાનું તેના જીવન પર ખૂબ જ પ્રભુત્વ રહૃાું છે. સ્વર્ગીય મ્યુઝિક ડાયરેક્ટર માનસ મુખર્જી ત્ોના પિતા છે.
આ વિશે વાત કરતાં શાને કહૃાું હતું કે, ‘મેં ખૂબ જ જલદૃી મારા પપ્પાને ખોઈ દૃીધા હતા. હું ૧૪ વર્ષનો હતો અને તેઓ ૪૩ વર્ષના હતા. તેઓ ખૂબ જ યુનિક હતા. તેમની ઈન્ટિગ્રિટી ખૂબ જ સારી હતી જે મારામાં પણ છે. તેમણે મને કહૃાું હતું કે, મેં જે પણ કામ ન કર્યું હોય એમાં કોઈ દિૃવસ ક્રેડિટ ન લેવી અને જેમણે કામ કર્યું હોય તેમને હંમેશાં ક્રેડિટ આપવી.
તેમણે અમને શીખવ્યું હતું કે, જો તમે કોઈ પાસે કંઈ લીધું હોય તો હંમેશાં તેને પાછું આપવું. તેમણે અમને એ પણ શીખવ્યું હતું કે કોઈની પાસેથી કંઈ લેવું નહીં. તેમની પાસેથી હું ઘણી વસ્તુ શીખ્યો હતો જેમાંથી સૌથી મહત્ત્વની એ છે કે દૃરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું. મ્યુઝિકની ષ્ટિએ જોઈએ તો તેઓ ખૂબ જ ટૅલન્ટેડ હતા અને હું તેમનો બે ટકા પણ નથી. હું આજે જે કંઈ છું એની પાછળ મારા પપ્પાનો ખૂબ જ મોટો હાથ છે.