કોરોનાનો આતંક: ૨૪ કલાકમાં ૧૮,૦૦૦ પોઝિટિવ કેસ,૪૦૭ના મોત

ન્યુ દિૃલ્હી,
ભારતમાં કોરોના મહામારીના કેસો સતત વધતાં રેલવે દ્વારા હવે ઓગસ્ટથી સામાન્ય રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોરોના વાઇરસ બ્રેક વગરની ગાડી હોય અને જાણે રોકાતી ન હોય તેમ કેસો સતત વધી રહૃાાં છે. જેમાં એક જ દિૃવસમાં અત્યારસુધીમાં સૌથી વધુ ૧૮ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. એક તરફ કેસો વધી રહૃાાં તો બીજી તરફ જ્યાં સૌથી વધુ કેસો બહાર આવે છે એ મહારાષ્ટ્રમાં ૨૮ જૂનથી જીમ અને બ્યુટી પાર્લર સલૂન ખોલવાની જાહેરાતથી સંક્રમણ વધવાની શક્યતા નિહાળવામાં આવી રહી છે. જો કે સિનેમા હોલ અને શાળા-કોલેજો માટે હજુ આખા દૃેશમાં કોઇ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત ૧ જુલાઇથી અનલોક-૨માં વધારે છૂટછાટ આપવામાં આવશે ત્યારે જો લોકો સાવધાની નહીં રાખે તો કેસો વધી શકે તેમ છે. જો કે, આ બધા હોવા છતાં, કેન્દ્ર સરકારે એ કહેવાનું ચાલુ રાખ્યું છે કે ભારતમાં કોરોનાનો ખતરનાક તબક્કે કોમ્યુનિટી( સમુદૃાય) ટ્રાન્સમિશન હજુ સુધી થયું નથી.
આરોગ્ય વિભાગના સૂત્રોએ કહૃાું કે, દૃેશમાં આજે શુક્રવારે સવારે ૮ વાગે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક સમાન ૧૮,૧૯૪ નવા કેસ સામે આવ્યા હતા. અને ૪૦૭ લોકોના મોત થઈ ગયા છે. કેસનો કુલ આંકડો હવે ૪.૯૧ લાખ પર પહોંચી ગયો છે. અને જે રીતે રોજ ૧૫ હજારની આસપાસ કેસો આવી રહૃાાં છે તે જોતાં આવતીકાલે કોરોનાના કેસો ૫ લાખને પાર થઇ જશે. આ સાથે જદૃ છેલ્લાં ૫ દિૃવસમાં અંદૃાજે ૮૦ હજાર દૃર્દૃી વધ્યા, જેમાંથી ૫૦ હજાર માત્ર દિૃલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી નોંધાયા છે. આ સાથે જ દૃેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૯૧,૧૩૬ થઈ ગઈ છે.
જ્યારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દૃેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી ૧૫,૩૦૧ લોકોના મોત થયા છે. જેમાંથી ૨,૮૫,૬૩૭ લોકો સાજા થઈ ગયા છે જ્યારે ૧,૮૯,૪૬૩ એક્ટિવ કેસ છે.
દૃેશમાં અત્યાર સુધીમાં ૭૭,૭૬,૨૨૮ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. ૨૪ કલાકમાં ૨,૧૫,૪૪૬ લોકોના ટેસ્ટ કરાયા હતા. જે સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે ૪,૮૪૧ કેસ સામે આવ્યા હતા આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧,૪૭,૭૪૧ પર પહોંચી ગયો છે. દિૃલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ હજારને પાર થઈ ગઈ છે.
કોરોના વાયરસના વધતા કેસના કારણે ૧૨ ઓગસ્ટ સુધી સામાન્ય રેલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સૌથી વધુ કેસ છે તે મહારાષ્ટ્રમાં ૨૮ જૂનથી સલૂન બ્યુટી પાર્લર ખોલવામાં આવશે.
દૃેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪ લાખ ૯૧ હજાર ૧૭૦ થઈ ગઈ છે. દૃેશમાં છેલ્લા પાંચ દિૃવસમાં ૮૦ હજાર દૃર્દૃી વધ્યા હતા. જેમાંથી માત્ર દિૃલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ૫૦૭૦૧ પોઝિટિવ મળ્યા હતા. આ સંખ્યા ૭૦% વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિૃવસમાં ૧૯૫૩૬, દિૃલ્હીમાં ૧૭૩૦૪ અને તમિલનાડુમાં ૧૪૧૩૧ સંક્રમિત મળી આવ્યા હતા.
ગુરુવારે એક દિૃવસમાં સૌથી વધુ ૧૮ હજાર ૧૮૩ સંક્રમિત વધ્યા અને ૧૩ હજારથી વધુ સાજા થયા હતા. મહારાષ્ટ્રમાં પણ રેકોર્ડ ૪૮૪૧ પોઝિટિવ મળ્યા હતા. હવે અહીંયા ૧.૪૭ લાખથી વધારે દૃર્દૃી થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી ૬૯૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, ડેથ રેટ ૪.૬૯% છે. મુંબઈમાં ૧૧૭ ફાયરકર્મી સંક્રમિત થયા છે. પૂણેના િંપપરી િંચચવાડમાં મહિનાભરમાં કોરોનાના ૭૦૦% કેસ વધી ગયા છે.
મુંબઈમાં ગુરુવારે કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ૪૦૦૦ને પાર કરીને ૪,૦૬૨ પર પહોંચ્યો છે. શહેરમાં વાયરસના કારણે થતા મોતની ટકાવારી સૌથી ઊંચી ૫.૭૩% છે જ્યારે મહારાષ્ટ્રની ૪.૬૯% છે. દિૃલ્હી પછી મુંબઈ બીજુ શહેર બન્યું છે જેણે દૃેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૭૦,૦૦૦ને પાર કરી લીધો છે. અહીં કોરોનાના કુલ કેસનો આંકડો ૭૦,૮૭૮ થયો છે.
ભારતમાં લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા લોકો ભારત પહોંચવા લગ્યા છે. ગુરૂવારે પહેલા તબક્કામાં ૨૦૪ નાગરિકોને વાઘા બોર્ડરપરથી ભારત લાવવામા આવ્યા હતા. આ સૌ લોકોને ૧૪ દિૃવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં રાખવામા આવશે. વિદૃેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કા માટે ૨૫૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ૪૬ લોકો આવ્યા નથી.