વક્રમ વેધાની એક હિન્દૃી રીમેકમાં સાથે કામ કરશે આમીર અને સૈફઅલી ખાન

મુંબઈ,
કોરોના વાયરસે સમગ્ર દૃુનિયામાં આતંક મચાવ્યો છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ તેને કારણે ઠપ્પ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે શૂિંટગ શરુ કરવાની મંજૂરી આપી દૃીધી અને આ માટે ગાઈડલાઈન જાહેર કરી દૃીધી ત્યાર બાદૃ અભિનેતાઓએ સેટ પર જવાનું શરૂ કરી દૃીધું છે. હવે એક અહેવાલ એવા પણ છે કે આમિર ખાને વધુ એક ફિલ્મ સાઈન કરી છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલિંસહ ચડ્ડા આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની હતી.
સિનેમા હોલ ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે. માર્ચ પછી દૃરેક ફિલ્મની રિલીઝ અટકાવી દૃેવામાં આવી હતી. એવામાં આમિરની આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થશે તે નક્કી કરવામાં આવ્યું છે. આમિરે વિક્રમ વેધાની સાથે પોતાની તારીખોને આગળ વધારી દૃીધી છે. આમિર ખાન વિક્રમ વેધાની સાથે એક હિન્દૃી રીમેક પર કામ કરવાનો છે. જેમાં સૈફ અલી ખાન પણ હશે.
અને આમિર ખાન આ ફિલ્મનું શૂિંટગ ત્યારે જ શરુ કરશે જયારે તેની ‘લાલિંસહ ચડ્ડા રિલીઝ થઈ જાય. આમિર ખાન અને સૈફ અલી ખાન ફિલ્મ ચાહતા હે” પછી એક બીજાની સાથે પહેલી વાર નજર આવશે. ૨૦ વર્ષ પછી બંનેની ઓન સ્ક્રીન જોડી દૃર્શકોને જોવા મળશે. આમિર અને સૈફની આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી તમિળ ફિલ્મની રીમિક હશે. આ ફિલ્મમાં સૈફ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતો જોવા મળશે. અને આમિર ગેંગસ્ટરની ભૂમિકા નિભાવશે.