દર્દીને લેવા માટે સુરતથી ચાર્ટડ પ્લેન અમરેલીનાં એરપોર્ટ ઉપર ઉતર્યુ

આંતરડાના ઇમરજન્સી ઓપરેશન માટે અમરેલીથી દર્દીને લઇ પ્લેન સુરત

અમરેલી,લોકડાઉનને કારણે ચાર મહિનાથી બંધ પડેલા અમરેલીના એરપોર્ટ ઉપર આજે અચાનક પ્લેન ઉતરતા હવાઇસેવા શરૂ થઇ ગઇ હોય તેવુ સૌને લાગ્યુ હતુ પણ હકીકત જુદી હતી.જાણવા મળતી માહિતી અનુસાર નાનાકડુ ચાર્ટડ પ્લેન અમરેલીના એરપોર્ટ ઉપર સુરતથી આવ્યુ હતુ અને તે અમરેલીના એક દર્દી કે જેમને ઇમરજન્સીમાં આંતરડાનું ઓપરેશન કરવાનું હતુ તેને લેવા માટે સુરતથી મોકલવામાં આવ્યુ હતું અને તે દર્દીને લઇને આ પ્લેન સુરત ગયુ હતુ.