ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ

ગીર-સોમનાથ , સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી છે.          કોવીડ-૧૯ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી આ તમામ દર્દીઓ સ્વચ્થ થતા રજા આપવામાં આવી હતી. તેઓને એમ્બ્યુલન્સ દ્રારા તેમના ઘરે પહોચાડવામાં આવ્યા હતા.                                            દર્દીઓને પોતાના આરોગ્યની સંભાળ લેવા સાથે માસ્ક અને સામાજીક અંતર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્રારા જણાવાયું હતું.