કોરોનાના ચેપની શંકાથી યુવતિને બસની બહાર ફેંકી

ઉત્તરપ્રદૃેશના મથુરા જિલ્લામાં કોરોના વાયરસની બીમારીનો ચેપ હોવાની શંકામાં એક યુવતિને કથિત રીતે બસમાંથી બહાર ફેંકવામાં આવતાં તેનું મોત થયું છે. મીડિયા અહેવાલ અનુસાર દિૃલ્હીના પડપડગંજ વિસ્તારની રહેવાસી ૧૯ વર્ષીયની અંશિકાનું ગત મહિને મોત થયું હતું. અંશિકાના પરિવારનો આરોપ છે કે કોરોના વાયરસનો ચેપ હોવાના શકમાં તેણીને બસથી બહાર ફેંકી દૃીધી હતી. ત્યાર બાદૃ તેનું મોત થયું હતું. પીડિત પરિવારનું કહેવું છે કે ૧૫ જૂને અંશિકા પોતાની માતાની સાથે યુપી રોડવેઝની બસથી નોઇડાથી ફિરોઝાબાદૃ જિલ્લાના શિકોહાબાદૃ જઈ રહી હતી, ત્યારે યાત્રા દૃરમિયાન ગરમી હોવાથી તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદૃ બસના ડ્રાઈવર અને કંડક્ટરને કોરોના વાયરસનો ચેપ હોવાની શંકા ગઈ હતી, જેને લઈને ભારે વિવાદૃ થય હતો અને બાદૃમાં મથુરા ટોલ પ્લાઝાની પાસે અંશિકાને બસથી બહાર ફેંકવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે આ ખેંચતાણ દૃરમિયાન અંશિકાને હૃદૃયમાં દૃુખાવો ઉપડતાં તેનું મોત થયું હતું. બીજી તરફ મથુરા પોલીસનું કહેવું છે કે પીડિતાને સામાન્ય મુસાફરની જેમ બસમાંથી ઉતારવામા આવી હતી અને અપ્રકારની ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી. માંટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ભીમિંસહે કહૃાું કે,પીડિતાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો અને અમે જિલ્લા હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. મોતનું કારણ હૃદૃય દૃુખાવાથી થયું છે, જે પ્રાકૃતિક કારણ છે અને આ આધારે કોઈ ફરિયાદૃ નોંધી શકાય નહીં. જોકે, પીડિતાની તબિયત સારી નહીં થવાના કારણે કોરોના વાયરસની બીમારી હોવાનો ડર હતો, પરંતુ બસ ડ્રાઈવરે તેણીને ટોલ પ્લાઝા પાસે બળજબરીથી ઉતારી દૃીધી હતી, જેથી એ અન્ય કોઈ સાધનથી જઈ શકે. અંશિકાના પિતા સુશીલ કુમાર પડપડગંજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે દિૃલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે પરિવારે અંશિકાને માતાની સાથે પોતાના ઘર શિકોહાબાદૃ મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ ઘટના મામલે અંશિકાના ભાઈ શિવનું કહેવું છે કે, અમે ઈચ્છીએ કે આ મામલે ફરિયાદૃ નોંધવી જોઈએ, જેથી જવાબદૃાર લોકોને પકડી શકાય. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે, ઓટોપ્સી રિપોર્ટથી ખબર પડે છે કે અંશિકાના હૃદૃયનો આકાર સામાન્ય લોકોની થોડો મોટો હતો, જે યુવાનોમાં હૃદૃય થંભી જવાનું કારણ બની શકે છે, કેમ કે તે પહેલાંથી જ બિમારી હતી.