ગુજરાત, યુપી સહિત દૃેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ

  • દૃેશમાં આગામી બે દિૃવસમાં ભારે વરસાદૃની સંભાવના
  • સમગ્ર દૃેશભરમાં ચોમાસું જામ્યું

    દૃેશમાં ચોમાસું જામી જતાં અનેક ભાગોમાં ભારે વરસાદૃ પડી રહૃાો છે. મોસમ વિભાગે ગુજરાત સહિત દૃેશના અનેક ભાગોમાં મંગળવારે ભારે વરસાદૃની આગાહી કરી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ કોંકણ અને ગોવામાં પણ મધ્યમથી ભારે વરસાદૃનું અનુમાન છે. યુપી, બિહાર, મહારાષ્ટ્રના મરાઠવાડા, વિદૃર્ભ અને મધ્યપ્રદૃેશથી જોડાયેલા છત્તીસગઢમાં વરસાદૃ પડી રહૃાો છે અને આગામી બે દિવસોમાં સામાન્યથી ભારે વરસાદૃની સંભાવના હવામાન વિભાગે કરી છે. બિહારમાં આ સમયે ભારે વરસાદૃનો સિલસિલો ચાલી રહૃાો છે. અહીં મંગળવારે પણ વીજળીના ચમકારા અને કડાકાં સાથે વરસાદૃ પડવાની સંભાવના છે. આરબ દરિયામાં દૃબાણ વધતાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદૃનો દૃોર ચાલી રહૃાો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદૃને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. બીએમસીના કર્મચારીઓને અનેક સ્થળોએ પાણી કાઢવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. મુંબઇ ઉપરાંત થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં સોમવારે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસુ સક્રિય હોવાથી મુંબઇ સહિત કોંકણ કાંઠે વર્ષાની તીવ્ર ગતિનો અનુભવ થઇ રહૃાો છે અને અનેક જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. આગામી ૪૮ કલાકમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.