કોરોના કાળ વચ્ચે સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૩૦ નો કરાયો ઘટાડો

ગાંધીનગર,

કોરોના કાળ વચ્ચે ગુજરાતમાં આવનારા સમયમાં ઘણા ધાર્મિક તહેવારો આવી રહૃાા છે. ત્યારે તહેવાર પહેલા ગૃહિણીઓ માટે આજે એક સારા સમાચાર સામે આવી રહૃાા છે. સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૩૦નો ઘટાડો કરવામાં આવતા મહિલાઓ ચહેરા પર થોડીક હસી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે. કોમર્શિયલ ડિમાન્ડમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ કોરોના ચાલવાથી હોટેલ, રેસ્ટોરન્ટ બંધ હોવાથી ડિમાન્ડ ઘટતા સીંગતેલના ડબ્બામાં ભાવ ઘટાડો જોવા મળી રહૃાો છે.
બીજી બાજુ હાલ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા સારો વરસાદ આપી રહૃાા છે. ત્યારે એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં મગફળીની પુર બહાર આવક થશે.
આવનારા સમયમાં સાતમ-આઠમના તહેવાર પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. તહેવારો પહેલા ઘરાકી ન નીકળતા તેલના ભાવમાં ઘટાડો કરાયો છે. તહેવારોમાં કોઈ તેલની ડિમાન્ડ નહીવત હોવાથી ભાવમાં ઘટાડો કરાયો છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો પહેલા દર વર્ષે તેલના ભાવો વધે છે. જોકે, પહેલીવાર તેલના ભાવમાં ઘટાડો જોવો મળ્યો છે.
સીંગતેલના ભાવમાં ડબે ૩૦ રૂપિયાનો ઘટાડો કરાયો છે. એક વીકમાં તેલના ભાવમાં ૬૦ રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ, તેલના ડબાનો ભાવ ૨૧૬૦ થી ૨૧૯૦ છે. રાજકોટમાં સીંગતેલના ડબાની ડિમાન્ડ ૫૦ ટકા જેવી થતા ભાવ ઘટ્યા છે. અમુક લોકોએ અગાઉ સ્ટોક કરી લીધો છે તો હોટેલ રેસ્ટોરન્ટમાં પણ ઘરાકી ન હોવાથી કોમર્શિયલ ડિમાન્ડ પણ ઘટી છે.