અમરેલીમાં વોરિયર્સની ફ્રન્ટલાઈન તોડતો કોરોના ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા પણ પોઝિટિવ

કોરોના  અમરેલી જિલ્લામાં કોરોના ની સામે ફ્રન્ટલાઈન ઉપર લડી રહેલા વધુ એક અનુભવી ડોક્ટર અને આઇએમએ ના પ્રેસિડેન્ટ ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા પણ આજે રેપિડ ટેસ્ટ માં પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઇ છે પરમ દિવસે અમરેલીના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર શોભનાબેન મહેતા પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ કોરોના સામે અડીખમ લડી રહેલા ભરતભાઇ કાનાબાર પોઝિટિવ આવ્યા હતા અને હવે સ્વાઈન ફ્લૂમાં એકલા હાથે મોરચો સંભાળી લડનાર સક્રિય તબીબ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર અધ્યક્ષ અને ડોક્ટર પ્રવિણ તોગડિયાના નજીક ના મિત્ર એવા ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા ને ફિવરની ની તકલીફ હતી તેમને શંકા જતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો રેપિડ ટેસ્ટ પોઝિટિવ  આવતા તે હોમ આઇસોલેટેડ થયા છે અને તેમના મિત્ર વર્તુળ તથા વિશાલ સંખ્યામાં સારવાર કરનાર દર્દી  અને શુભેચ્છકો દ્વારા તેમના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.