આજનું રાશિફળ : આજે જન્મેલાં બાળકોની ચંદ્રરાશિ મેષ

આપની આજ:-

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.અગાઉ લખ્યા મુજબ સરકારની એક પછી એક યોજનાઓ બહાર આવી રહી છે વળી શુક્ર રાહુ યુતિ મહામારીને શાંત પડવા દેતી નથી જે સપ્ટેમ્બરમાં રાહત લાવશે વળી આ જ શુક્ર રાહુ કેફી દ્રવ્યોની તસ્કરી પર મોટા ખુલાસા કરી રહી છે તો વિવિધ મુદ્દા પરના બયાન થી પાડોશી દેશોની માનસિકતા છતી થઇ રહી છે.આ બધાની વચ્ચે શ્રીલંકા માં મહિન્દા રાજપક્ષે પ્રધાનમંત્રી બન્યા છે જે ભારત અને શ્રીલંકા માટે નવા સંબંધોના દ્વાર ખોલી શકે છે પરંતુ હાલ માં રાહુ મહારાજ કોઈ પાડોશી સાથે સ્થિર સબંધ નથી આપી રહ્યા વળી કોઈ પણ ક્ષણે દગો થઇ શકે તેવી ભીતિ પણ છે, જે સ્થિતિમાં પણ 23 સપ્ટેમ્બર પછી સુધારો આવે.ઓગસ્ટ માં ભારતે આતંકી પ્રવૃત્તિ બાબતે પણ વધુ ધ્યાન રાખવું પડશે જો કે અગાઉ લખ્યા મુજબ નજીક ના ભવિષ્યમાં જ ભારત સરકારની વિદેશનીતિ માં ઘણા બદલાવ આવે વળી મંગળના સ્વગૃહી થવા સાથે જ સેના હથિયાર અને બીજી સામગ્રી થી સંપૂર્ણ સજ્જ કરવામાં આવશે જે આપણા માટે ગૌરવની વાત બનશે.

તા 11.8.2020 મંગળવાર, સંવંત 2076, શ્રાવણ વદ સાતમ,ભરણી નક્ષત્ર,બાલાવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે .