સોનુ સુદ દરરોજ કેટલા લોકોની મદદ કરે છે તેનો ખુલાસો કર્યો

ફિલ્મોમાં વિલનનું કેરેક્ટર પ્લે કરનારો સોનૂ સુદ રીયલ લાઈફમાં હજારો લોકો માટે હીરો સાબિત થયો છે. કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન તેણે હજારો મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડ્યા. આ ઉપરાંત, તેણે ઘણા ખેડૂતોની પણ મદદ કરી છે. કોરોના વાયરસ મહામારીમાં પોતાના વતન જવા પગપાળા જ પ્રવાસ ખેડી રહેલા શ્રમિકોને સોનૂએ પોતાના ખર્ચે તેમના ઘર સુધી પહોંચાડ્યા છે, સાથે જ હજારો શ્રમિકોને આ સમય દરમિયાન ભોજન પૂરું પાડ્યું છે. આ માટે સોનૂએ લોકોને કહૃાું હતું કે, તમારે ભારતના કોઈપણ ખૂણે જવું હોય તો મને કહો, હું મારાથી સંભવિત તમામ મદદ તમને તાત્કાલિક ધોરણે પહોંચાડીશ. આ ઉપરાંત, તેણે પોતાના જન્મદિવસના અવસરે ૩ લાખ લોકોને નોકરી અપાવવાનો પણ વાયદો કર્યો છે અને હવે સોનૂએ માત્ર દૃેશમાં જ નહીં પરંતુ વિદૃેશોમાં ફસાયેલા અથવા મજબૂર લોકો માટે પણ મદદનો હાથ લંબાવ્યો છે.
સોનૂ સુદ પર દરરોજ મદદ માટે હજારો ફોન કોલ્સ, ઈ-મેલ્સ તેમજ સોશિયલ મીડિયા પર મેસેજ આવે છે. જોકે, સોનૂ પર મદદ માટે કેટલા લોકોના ફોન કે મેસેજ આવે છે તે અંગે અત્યારસુધી સોનૂએ કોઈ ખુલાસો કર્યો નહોતો. પરંતુ આજે સોનૂ સુદૃે પોતે એક ટ્વીટ દ્વારા તેની પર મદદ માટે આવતા મેસેજ અંગે ખુલાસો કર્યો છે. મદદ માટે સોનૂનો દરરોજ કેટલા લોકો સંપર્ક કરે છે, તેનું એક વિવરણ એક્ટરે ગુરુવારે પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા શેર કર્યું. જે આંકડાઓ તેણે શેર કર્યા છે, તે ચોંકાવનારા છે.
સોનૂએ લખ્યું, ૧૧૩૭ ઈ-મેલ્સ, ૧૯૦૦૦ ફેસબુક મેસેજ, ૪૮૧૨ ઈન્સ્ટા મેસેજ અને ૬૭૧૪ ટ્વીટર મેસેજ. આ આજના દિવસના હેલ્પ મેસેજ છે. એવરેજ આંકડો જોઈએ તો આશરે આટલી રિક્વેસ્ટ મને દરરોજ મળી રહી છે. એક વ્યક્તિ હોવાના નાતે એ અસંભવ છે કે તમે તેમાંથી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકો. પરંતુ છતા પણ હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરું છું.