અમિતજીના કારણે ઐશ્ર્વર્યા સાથે રોમાન્સ કરતી વખતે ગભરાઈ ગયો હતો: સુપરસ્ટાર

કોરોના વાયરસના કારણે આખી દૃુનિયાના લોકોમાં ફફડાટ છે. આ વાયરસને કારણે હજારો લોકોના મોત થઈ રહૃાાં છે. ભારતમાં આ મહામારી અટકાવવા સરકારે લોકડાઉન પછી અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, સેલેબ્સ હજી પણ જરૂરિયાત મુજબ ઘરની બહાર નીકળી રહૃાા છે. આ સમય દરમિયાન સેલેબ્સને લગતી ઘણી કહાનીઓ, ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાા છે. ત્યારે હવે બચ્ચન વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાંત વિશે એક મજેદાર કિસ્સો વાયરલ થઈ રહૃાો છે. તમને જણાવી દઈએ કે, રજનીકાંતે પોતો થોડાં વર્ષો પહેલાં મીડિયા સાથે વાતચીતમાં આ કિસ્સો શેર કર્યો હતો.
રજનીની ઉંમર ૬૯ વર્ષ છે અને તે આ ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે. તેની પાસે બોલિવૂડની કોઈ ફિલ્મો નથી પરંતુ તે સાઉથની ફિલ્મોમાં સક્રિય છે. તેઓ હાલ અન્નાથે નામની ફિલ્મનું શૂિંટગ કરી રહૃાા છે, જે ૨૦૨૧માં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, થોડાં દિવસ પહેલાં જ ઐશ્વર્યા કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચી છે. તેણે ઘણાં સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. જેમાંથી એક છે રજનીકાંત. રજનીકાંતનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ ખઈ રહૃાાં છે, જેમાં તેમણે જણાવ્યું કે, એક ફિલ્મમાં ઐશ્વર્યા સાથે રોમાન્સ કરતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તેની પાછળનું સૌથી મોટું કારણ અમિતાભ હતા,
કારણ કે ઐશ્વર્યા બિગ બીની વહુ છે અને અમિતાભ મારા ખાસ મિત્ર છે. રજનીકાંતે ઐશ્વર્યાની સાથે ફિલ્મ એથિરન-ધ રોબોટમાં કામ કર્યું હતું. નજીકના મિત્ર અમિતાભની વહુ હોવાને કારણે રોમાન્સ સીન કરતી વખતે રજની થોડાં ગભરાઈ ગયા હતા. આ વાતનો ખુલાસો તેમણે પોતે કર્યો હતો. રજનીએ કહૃાું- ઐશ્વર્યાની સુંદરતા અને ડાિંંસગ સ્કિલ્સ માટે લોકોએ તેની ફિલ્મો જોવી જોઈએ. ઐશ્વર્યા સાથે રોમાન્સ કરતી વખતે અજીબ ફીલ થઈ રહૃાું હતું. રજનીએ કહૃાું- હું લવ સીન્સમાં સહજ નહોતો. તે એક કલાકાર છે, એક જન્મજાત કલાકાર, પરંતુ હું ડરી ગયો કારણ કે મને લાગ્યું કે, અમિતજી કહેશે, ખબરદાર રજની. આ દરમિયાન રજનીકાંતે ઐશ્વર્યાના વખાણ પણ કર્યા હતા. તેમણે કહૃાું ઐશ્વર્યા ખૂબ જ સુંદર છે. રજનીએ કહૃાું હતું કે, ઐશ્વર્યા મેકઅપ વિના વધુ સુંદર દૃેખાય છે.