જેલના મોબાઇલ નેટવર્ક પ્રકરણમાં ચાર આરોપીઓ જેલ હવાલે

  • કોરોના પોઝિટિવ આવેલ આરોપી ડોક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જેલમાં મોકલશે 
  • રિમાન્ડ ઉપર રહેલ આરોપી નરેશને આજે સીટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે : તપાસનો ધમધમાટ 

અમરેલી,
અમરેલીના બહુચર્ચિત જેલ પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ચાર આરોપીઓ મુન્ના રબારીકા નટુ ખુમાણ ગૌતમ ખુમાણ અને બાલ સિંગ બોરીચા ને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
જ્યારે કોરોના પોઝિટિવ આવેલ ડોક્ટર ધીરેન ઘીવાલા ને સારવારમાં ખસેડાયા હોય તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવશે.
આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા આ મોબાઈલ નેટવર્કમાં રિમાન્ડ પર લેવાયેલા નરેશ ઉર્ફે નરસિંહ વાળા ના આજે 27મીએ રિમાન્ડ પૂરા થતાં હોય તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને બીજા આરોપીઓ ને હસ્તગત કરી તેની પાસેથી સત્ય ઓકાવવામાં આવે તેવી શક્યતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.