સૈફ અલી ખાનની આત્મકથા ૨૦૨૧માં પ્રકાશિત થશે

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાન પોતાની આત્મકથા લખી રહૃાા છે અને તેમનું આ પુસ્તક ઓક્ટોબર ૨૦૨૧માં પ્રકાશિત થશે. પ્રકાશન ગ્રુપ હાર્પર કોલિંગ ઇન્ડીયાએ મંગળવારે તેની જાહેરાત કરી છે. એક નિવેદનમાં અભિનેતાએ કહૃાું કે જીવનમાં પાછળ વળીને જોવું, યાદ કરવું અને સમય સાથે ખોવાઇ જનાર આ વાતોને નોંધવી સારી વાત છે.
પ્રકાશને જણાવ્યું કે આત્મકથા અભિનેતાના પોતાના ચુલબુલા, મજાકિયા અને બુદ્ધિમત્તાવાળા અંદાજમાં હશે તેમાં તે પોતાના પરિવાર, ઘર, સફળતા, નિષ્ફળતા, પ્રેરણા અને સિનેમા વિશે જણાવી રહૃાા છે. સૈફ અલી ખાને એક નિવેદનમાં કહૃાું કે ’ઘણી બધી વસ્તુઓ બદલાઇ ગઇ અને જો આપણે તેને નોંધતા નથી, તો તે સમય સાથે ખોવાઇ જાય છે. પાછળ વળીને જોવું, યાદ કરવું, અને તે યાદોને નોંધવી સારી વાત છે. આ ખૂબ રોચક રહૃાું છે અને હું જરૂર કહીશ કે એક પ્રકારે આ સ્વાર્થી પ્રયત્ન છે. મને આશા છે કે વાચકો આ પુસ્તકનો આનંદ માણશે.