મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે.
કર્ક (ડ,હ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) : નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.
તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય.
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ -,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,આનંદદાયક દિવસ.
આજરોજ પરિવર્તની એકાદશી અને વામન જયંતિ છે.આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે વ્રત કરનારને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે.આ એકાદશીના દિવસે વિષ્ણુજીના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. પદ્મ પુરાણમાં શ્રીકૃષ્ણજી એ કહ્યું છે કે પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ વામન અવતારની પૂજા કરવી જોઇએ ભગવાનના બધા અવતારો આપણી ઉત્ક્રાંતિ પ્રક્રિયાને સમજવા માં ઉપયોગી છે એ અગાઉ પણ જણાવી ચુક્યો છું. હાલમાં ચાલી રહેલા ગોચર ગ્રહો માં અગિયારસ વ્રત કરવા થી ચિંતા અને ઉપાધિમાં થી મુક્તિ મળે છે અને વિચારોમાં હકારાત્મકતા આવે છે.મારી દ્રષ્ટિએ જે મિત્રો એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ પરમાત્માને યાદ કરે છે તેનું સર્વથા કલ્યાણ થાય છે.