નવા અંજલીભાભીનો પહેલો લૂક રિલિઝ કરવામાં આવ્યો

  • તારક મહેતા સાથે રોમેન્ટિક પોઝ આપ્યા
  • એક્ટ્રેસ સુનૈના ફોજદારની અંજલી મહેતા તરીકે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એન્ટ્રી થઈ છે

૧૨ વર્ષ પછી એક્ટ્રેસ નેહા મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે. નેહાના બદલે શોમાં સુનૈના ફોજદારની એન્ટ્રી થવાની છે. સુનૈના ફોજદાર તારક મહેતાની પત્ની અંજલીના રોલમાં જોવા મળશે. હવે અંજલી મહેતા તરીકે સુનૈનાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. હજી સુનૈનાના એપિસોડ ટેલિકાસ્ટ નથી થયા પરંતુનો તેનો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. સુનૈનાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેનો લૂક શેર કર્યો છે. તસવીરોમાં સુનૈના પિંક ડ્રેસ અને ડેલિકેટ જ્વેલરીમાં જોવા મળે છે. સુનૈના વાળ માત્ર અલગ રીતે ઓળેલા હતા બાકી તેનો લૂક જૂના અંજલીભાભી જેવો જ છે. સુનૈનાએ ઓન-સ્ક્રીન પતિ તારક મહેતા એટલે કે એક્ટર શૈલેષ લોઢા સાથે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં મિસ્ટર અને મિસિસ મહેતા એકબીજાની આંખોમાં જોઈને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. સુનૈનાએ તસવીરો શેર કરતાં લખ્યું, એક કલાકાર દર્શકોનું મનોરંજન કરવા માટે જીવે છે. અંજલી તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મારું સ્વાગત કરો. તમારી શુભેચ્છાઓ અને સહકારની જરૂર છે કારણકે તમે હંમેશા મારી હિંમત રહૃાા છો. ગણપતિ બાપ્પા મોરિયા. સુનૈનાએ આ લૂક શેર કર્યા પછી હવે લાગી રહૃાું છે કે આગામી અઠવાડિયાથી દર્શકો તેને અંજલી તરીકે જોઈ શકશે. ગોકુલધામમાં ગણેશોત્સવનો એપિસોડ આવવાનો છે તેમાં સુનૈનાની એન્ટ્રી થશે તેવું લાગી રહૃાું છે. અગાઉ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં સુનૈનાએ જણાવ્યું હતું કે, “આ મારા માટે એકદમ નવું છે એટલે નવર્સ હોઉં તે સ્વાભાવિક છે. જો કે, આસિત સર અને પ્રોડક્શન હાઉસ તરફથી કોઈપણ જાતનું દબાણ નથી. તેમણે ખૂબ સારી રીતે મારું સ્વાગત કર્યું છે. તેઓ હંમેશા કહે છે કે, સ્ટ્રેસ ના લેશો રિલેક્સ રહો. મારો પહેલો સીન શૈલષજી સાથે હતો અને તેમણે ખૂબ સહકાર આપ્યો હતો.