હિંદી સિનેમાના દિગ્ગજ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર જૉની બક્ષીનું ૮૨ વર્ષની વયે શનિવારે નિધન થઈ ગયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને એટેક આવ્યો હતો. તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતા જૂહૂની આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોની બક્ષીના નિધન પર એક્ટર અનુપમ ખેર અને એક્ટ્રેસ શબાના આજમીએ દૃુખ વ્યક્ત કર્યું છે.
જૉની બક્ષીનો ફિલ્મી કેરિયર ચાર દશક લાંબો છે. તેમણે ખાસ કરીને પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું. તેમણે ‘મંજિલે ઔર ભી હે (૧૯૭૪, રાવન (૧૯૮૪), ફિર તેરી કહાની યાદ આઈ (૧૯૯૩) જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. જૉની બક્ષીનો ફિલ્મી કેરિયર ચાર દશક લાંબો છે. તેમણે ખાસ કરીને પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું. તેમણે રાજેશ ખન્ના સ્ટારર બે ફિલ્મો ‘ડાકુ ઔર પોલીસ(૧૯૯૨‘ અને ‘ખુદાઈ (૧૯૯૪)ને ડાયરેક્ટ પણ કરી છે.
જૉની બક્ષીના નિધન પર અનુપમ ખેરે દૃુખ વ્યક્ત કર્યું છે અને ટ્વિટર પર લખ્યું કે, બક્ષીના નિધનથી દૃુખ થયું, મુંબઈમાં તેઓ મારા જીવનના શરૂઆતના દિવસોમાં એક અખંડ ભાગ હતા. એક પ્રોડ્યૂસર તરીકે, એક મિત્ર, એક સપોર્ટર અને એક મોટિવેટર હતા. તેમના હાસ્ય ખૂબજ પ્રભાવશાળી હતું જે તેમની આસપાસના લોકોને ખુશી આપતા હતા. અલવિદા મારા દૃોસ્ત. ઓમ શાંતિ.”