આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો .

ભાદ્રપદ માસના અંત સુધીમાં બે મહત્વની ઘટનાઓ જોવા મળશે એક તો ગુરુનું માર્ગી થવું જે 12 સપ્ટેમ્બરના રોજ થશે અને સૂર્યનો કન્યામાં પ્રવેશ 16 સપ્ટેમ્બરના રોજ થશે.હાલના ગોચર ગ્રહો મુજબ હજુ ડિસેમ્બર સુધીનો સમય ચીન સાથે વિવાદ માટે ભારે ગણી શકાય. 23 સપ્ટેમ્બરના રાહુ-કેતુ ના રાશિ પરિવર્તનની અસર પણ દેખાવા લાગી છે જેથી સમુદ્રમાં દરેક દેશ પોતાની તાકાત વધારવાનો પ્રયત્ન કરે છે. હાલના ગોચર મુજબ અમેરિકા માટે પણ રસ્તો સાફ નથી વળી આપણા પાડોશીની વાત કરીએ તો યુદ્ધના ધખારા રાખતા આપણા પાડોશીઓ અંદર થી ખોખલા થતા જાય છે. પાકિસ્તાનમાં સેના પર પણ ભ્રષ્ટાચાર નો ભોરિંગ સૂતો છે ત્યારે તે હાકલા પડકાર કરવામાં થી ઉંચુ નથી આવતું પણ રાહુ-કેતુના પરિવર્તન સાથે તેણે પણ દુર્દશાનો સામનો કરવો પડશે. વક્રી શનિને લીધે ઘણા દેશોમાં પ્રજાનો સરકાર સામે આક્રોશ વધતો જોવા મળશે.ભારતની વાત કરીએ તો નજીકના ભવિષ્યમાં પ્રધાનમંત્રી મહત્વની ઘોષણાઓ કરતા જોવા મળશે.