ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩ સીઝનમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ પાસે નવો રેકોર્ડ બનાવવાની તક છે. આઈપીએલમાં સર્વાધિક ૩૨૬ સિક્સ મારનાર ગેલ ટી૨૦ ફોર્મેટમાં ૧૦૦૦ સિક્સ ફટકારનાર દૃુનિયાનો પ્રથમ ખેલાડી બની શકે છે. ગેલ અત્યાર સુધી ૯૭૮ સિક્સ ફટકારી ચૂક્યો છે અને ૧૦૦૦ સિક્સનો જાદૃુઈ આંકડા સુધી પહોંચવા માટે માત્ર ૨૨ સિક્સની જરૂર છે.
ગેલ અત્યાર સુધી આઈપીએલમાં ૧૧ ટૂર્નામેન્ટ રમી ચૂક્યો છે અને તેમાં છ એવી ઇનિંગ છે જેમાં ૨૨થી વધુ સિક્સ ફટકારી ચૂક્યો છે. ટી૨૦માં સર્વાધિક ચોગ્ગા (૧૦૨૬) નો રેકોર્ડ પણ ગેલના નામે છે. ગેલ પર્સનલ કારણોના કારણે કેરેબિયાઈ પ્રીમિયર લીગમાં નથી રમ્યો. પરંતુ આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. ગત વર્ષે તેણે ૩૪ સિક્સ અને ૨૦૧૮માં ૨૭ સિક્સ ફટકારી હતી.
ગેલ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે આઈપીએલની ચાર ટૂર્નામેન્ટોમાં સર્વાધિક સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ૨૦૧૧માં ૪૪ સિક્સ, ૨૦૧૨માં ૫૯ સિક્સ, ૨૦૧૩માં ૫૧ સિક્સ અને ૨૦૧૫માં ૩૮ સિક્સ નોંધાવી હતી. ખાસ વાત એ પણ છે કે, ટી૨૦માં શૂન્ય પર આઉટ થયા વિના સર્વાધિક ઈિંનગ્સ (૧૪૫) રમવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે. આ રેકોર્ડ તેણે ૨૦૧૨થી ૨૦૧૬ની વચ્ચે બનાવ્યો હતો.