સલમાન ખાન ચોથી ઓક્ટોબરથી કરશે બિગબોસ ૧૪નું શૂટિંગ

કોરોના વાયરસ બાદ લોકડાઉનનો પ્રારંભ થયો તે સાથે જ સલમાન ખાન તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસ પર પહોંચી ગયો હતો. સમગ્ર લોકડાઉન દરમિયાન તે પાંચ મહિના સુધી આ ફાર્મ હાઉસ પર જ હતો અને ત્યાંથી તે સોશિયલ મીડિયા મારફતે તેના ફેન્સ સાથે જોડાયેલો રહેતો હતો. આ દરમિયાન તેણે ખેતી કરી, ટ્રેક્ટર ચલાવ્યું અને સોંગ્સ પણ ગાયા હતા. તેની સાથે તેના નજીકના મિત્રો પણ હતા. ૧૧મી ઓગસ્ટે સલમાન ખાન મુંબઈ પરત આવ્યો હતો અને ત્યારથી તે પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમા સમય પસાર કરી રહૃાો છે.
હવે ફિલ્મ ઉદ્યોગ ફરીથી ધમધમી રહૃાો છે. ટીવી સિરિયલના શૂટિંગ શરૂ થઈ ગયા છે. અક્ષય કુમારે બેલબોટમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સલમાન ખાન બિગ બોસની ૧૪મી સિઝનનો પ્રારંભ કરી રહૃાો છે. તેમાં કેટલાક પરિવર્તન કરાયા છે. ચોથી ઓક્ટોબરથી તેનું શૂટિંગ શરૂ થશે. પહેલી ઓક્ટોબરે સલમાન ખાન બિગ બોસના પ્રીમિયર એપિસોડનું શૂટિંગ કરશે. આમ પહેલી ઓકટોબરથી સલમાન પરત ફરી રહૃાો છે. સામાન્ય રીતે બિગ બોસના પ્રીમિયર એપિસોડનું શૂટિંગ એક દિવસ અગાઉ થતું હોય છે. જેથી સ્પર્ધકોના નામ પર સસ્પેન્સ રહે પરંતુ કોરોનાને કારણે આ વખતે ત્રણ દિવસ વહેલાં જ શૂટિંગ કરવામાં આવશે.