આજનું રાશિફળ : ગુરૃવારને સર્વપિત્રી અમાસ, દર્શ અમાસ

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબતો માં સારું રહે,આવકના નવા સ્ત્રોત્ર ખુલે,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું બને .
વૃશ્ચિક (ન ,ય) : આવકમાં વૃદ્ધિ થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.

આજરોજ ગુરૃવારને સર્વપિત્રી અમાસ, દર્શ અમાસ છે, આવતીકાલ 18 સપ્ટેમ્બરને શુક્રવારથી અધિક આસો શરુ થાય છે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ કન્યા રાશિમાં પ્રવેશી ચુક્યા છે જે આપણને રોગ અને શત્રુ સામે લડવાની તાકાત આપશે. ભારતે ચીનને તે સમજે તેવી ભાષા માં જવાબ આપ્યો છે. સ્વગૃહી મંગળ મહારાજ બંને લશ્કર વચ્ચે માહોલ ગરમ કરી રહ્યા છે તો બીજી તરફ આ જ ગ્રહમાને દેશની અંદર પણ શાબ્દિક ટપાટપી વધારી દીધી છે જો કે આ માહોલ વચ્ચે સ્વગૃહી ગ્રહો પોતાનું કામ કર્યે જાય છે અને જલ્દી થી મહામારીનો ઉપાય મળી આવે તે પ્રયત્નો જોરશોરથી થઇ રહ્યા છે. આપણું વિક્રમ સંવંત 2076 અનેક રીતે કસોટીજનક રહ્યું છે જે હું વર્ષની શરૂઆતમાં જ અને ત્યારબાદ મકરસંક્રાંતિ પર જણાવી ચુક્યો હતો રાહતની વાત એ છે કે હવે બહુ જલ્દી આપણે વિક્રમ સંવંત 2076 પૂરું કરવામાં છીએ જેથી સંકટના વાદળો ધીમે ધીમે વિખેરાતા જોવા મળશે.