અમરેલી જિલ્લા ઉપર કોરોનાનુુું આક્રમણ યથાવત:28 કેસ,એકનું સારવારમાં મોત

  • ધબકતા જનજીવન વચ્ચે કોરોના અનેક લોકોને ઝપટે લઇ રહયો છે
  • મોટા ઝીંઝુડાના 80 વર્ષના દર્દીનું મોત:સાજા થયેલા 14 દર્દી ઓને રજા આપવામાં આવી:કુલ કેસની સંખ્યા 1909

અમરેલી,
લોકડાઉન પછી અનલોકમાં હવે સંપુર્ણ રીતે ધબકતા જનજીવન વચ્ચે કોરોના અનેક લોકોને ઝપટે લઇ રહયો છે આજે ગુરુવારે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 28 કેસ આવ્યા હતા અને એકનું મોત નિપજયું હતુ.અમરેલીમાં સારવાર દરમિયાન સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના 80 વર્ષના પુરુષ દર્દીનું મોત થયું હતું જયારે કોરોનાની સામે લડીને સાજા થયેલા 14 દર્દીઓને રજા આપવામાં આવી હતી જયારે આજના 28 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1909 થઇ છે.