ધારીના મોણવેલમાં તલાટીમંત્રીની ખાલી જગ્યા ભરવા ડીડીઓ સહિતને રજૂઆત

  • ધારીના મોણવેલ ગામે ગ્રામપંચાયતના કામો ખોરંભાઈ ગયા છે છેલ્લા ઘણાં સમયથી તલાટીમંત્રીની જગ્યા ખાલી પડી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે
  • સરકારી તંત્રના કારણે પ્રજાના કામો ખોરંભે

ધારી,
ધારી તાલુકાના મોણવેલ ગામમાં ગ્રામપંચાયતના કામો અટવાય પડ્યા છે અહીં રેગ્યુલર તલાટીમંત્રીની સતત ખોટ છે અગાઉ જે તલાટીમંત્રી હતા તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી અહીં કાયમી તલાટીમંત્રીની નિમણૂંક કરવામાં આવી નથી અને ચાર્જમાં જે તલાટીમંત્રી છે જેમની પાસે અલગ અલગ ગામોનો ચાર્જ હોવાથી ઘણાં સમયથી અહીં કોઈ તલાટીમંત્રી હાજર ન થતાં લોકોના કામો અટવાય પડ્યા છે જે બાબતે સ્થાનિક સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી તલાટીમંત્રીને તુરંત અસર તળે નિમણૂંક આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે છેલ્લા મહિનાઓથી તલાટીમંત્રીની ગેરહાજરીથી જનતા ખાસ પરેશાન છે તેમ ગામના આગેવાન અને મહિલા સરપંચ પુત્ર ધનજીભાઈ ડાવરાએ જણાવ્યું હતું .