સીએસકેના ખેલાડી આસિફે બાયો બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું

ચેન્નાઈ સુપરકિંગ્સના ફાસ્ટ બોલરે યુએઈમાં રમાઈ રહેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બાયો બબલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું. જે બાદ તેને ૬ દિવસ ક્વોરન્ટીનમાં વિતાવવો પડ્યા હતા. હવે તે ફરીથી ટીમ સાથે પ્રેક્ટિસમાં જોડાઈ ગયો છે. એક મીડિયાની ખબર અનુસાર આસિફના હોટેલ રૂમની ચાવી ખોવાઈ ગઈ હતી અને બીજી ચાવી લેવા માટે તે હોટેલના રિસેપ્શન પર ગયો હતો. આ બાયો બબલનું ઉલ્લંઘન કર્યું છે. કેમ કે, રિસેપ્શન ટીમ બાયો બબલની અંદર આવતી નથી.
એક મીડિયાની ખબર અનુસરા ટીમોને આ નિયમના ઉલ્લંઘનની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. પહેલીવાર નિયમ તોડવા પર છ દિવસ માટે પેમેન્ટ વગર ક્વોરન્ટિનમાં રહેવું પડશે. બીજી વખત આમ કરવા પર ૧૨ દિવસો માટે ક્વોરન્ટીન અને તે બાદ એક મેચનું સસ્પેન્શન સામેલ છે. જો ખેલાડી ત્રીજી વખત આમ કરે છે તો તેને ટુર્નામેન્ટમાંથી હટાવી દેવામાં આવશે અને તેના બદલે ટીમને રિપ્લેસમેન્ટ પણ નહીં મળે.
આઈપીએલના એક સુત્રના હવાલાથી જણાવ્યું છે કે, તે અજાણતાં થયેલી ભૂલ હતી પણ નિયમોનું પાલન તો કરવું જ પડશે. તે છ દિવસ માટે ક્વોરન્ટીનમાં ગયો અને હવે તેણે ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ચેન્નાઈ માટે આ સિઝન તકલીફોવાળી પુરવાર થઈ છે. પહેલાં ૧૩ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદમાં રૈના ટીમ છોડીને જતો રહૃાો. અને હરભજને પણ આ વખતે રમવાની ના પાડી દીધી. પોઈન્ટ ટેબલ પર ચેન્નાઈ હાલ સૌથી છેલ્લા સ્થાને છે.