ફોર્બ્સ મેગેઝિનમાં સૌથી મોંઘા એક્ટરમાં અક્ષય કુમાર છઠ્ઠા સ્થાને

ફૉર્બ્સ મેગેઝિને આ વર્ષ એટલે ૨૦૨૦ના સૌથી મોંઘા એક્ટરનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે, ૨૦૨૦ના લિસ્ટમાં બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે બાજી મારી લીધી છે. અક્ષય કુમાર વર્ષ ૨૦૨૦ના ટૉપ ૧૦ દૃુનિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં પોતાની કમાણી ૪૮.૫ મિલિયન ડૉલરની સાથે સામેલ થનારો એકમાત્ર ભારતીય સ્ટાર છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર છઠ્ઠા નંબર પર છે.
ટૉપ-૧૦માં બીજો કોઇ ભારતીય એક્ટર સામેલ નથી. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર મોટા ભાગની આવકનો ભાગ પ્રૉડક્ટ અને બ્રાન્ડની જાહેરાતોમાંથી આવે છે. આ યાદી ૧ જૂન, ૨૦૧૯ અને ૧ જૂન, ૨૦૨૦ની વચ્ચેની કમાણીને ધ્યાનમા રાખીને જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બીજા નંબર પર રેસલર સ્ટાર ડ્વેન જૉનસને ટૉપ કર્યુ છે, જેની કુલ કમાણી ૮૭.૫ મિલિયન ડૉલર છે. જૉનસનને તેના રિંગ નામ ધ રૉકથી પણ ઓળખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અક્ષય કુમાર કેટલીયવાર આ લિસ્ટમાં પોતાનુ નામ નોંધાવી ચૂક્યો છે. ફૉર્બ્સ અનુસાર, અક્ષય કુમાર બૉલીવુડનો સૌથી વધુ કમાણી કરનારો એક્ટર છે, ફૉર્બ્સે અક્ષય કુમારને ભારતનો સૌથી મોટ દાનદાતા સેલિબ્રિટીઝ પણ ગણાવ્યો છે. તેને કોરોના રિલીઝ ફંડમાં ૨૫ કરોડ રૂપિયા આપ્યા હતા.
અહીં જુઓ ૨૦૨૦ના લિસ્ટમાં ટૉપ ૬ સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓ…
૧. ડ્વેન જૉનસન
૨. રેયન રેનૉલ્ડ્સ
૩. માર્ક વાહલબર્ગ
૪. બેન અલેક
૫. વિન ડિજલ
૬. અક્ષય કુમાર