અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસની સારવાર માટે ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ થયા બાદ શનિવારે પ્રથમ વખત જાહેરમાં દૃેખાયા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લોન પર ઉભા રહીને તેમના શુભેચ્છકોનો આભાર માન્યો.
આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું હતું કે અમેરિકન વિજ્ઞાન અને દવાના માધ્યમથી આપણે બધા માટે ચાઇનીઝ વાયરસને નાબૂદ કરીશું. અમેરિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસની બાલ્કનીમાં ઉભા રહી અને કહૃાું છે કે હું તમારી પ્રાર્થના માટે તમારા બધાનો આભાર માનું છું. અમેરિકી રાષ્ટ્રપતિનો કાર્યક્રમ કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે મુક્ત થવા માટે બનાવવામાં આવ્યો હતો અને તે ફરીથી ચૂંટણીમાં ડેમોક્રેટના ઉમેદવાર જો બિડેન વિરુદ્ધ પ્રચાર કરવા તૈયાર છે. જો કે રાષ્ટ્રપતિ ડોકટરો વિના તે હાજર થયા કે તેઓ હવે જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત નથી. બીજી તરફ, વ્હાઇટ હાઉસ દ્વારા ગુરુવારથી તેમના સ્વાસ્થ્ય વિશે ઔપચારિક અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.