- કલેકટરશ્રી આયુષકુમાર ઓક દ્વારા વોરંટ ઇસ્યુ કરાતા
- એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાયેલ
અમરેલી,
અમરેલીના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા પાસાનું વોરંટ ઇસ્યુ થતા બાબરાના મોટા દેવળીયા ગામનો અસામાજિક શખ્સ કિશોર સુરા વાઘેલાની પાસા હેઠળ ધરપકડ કરી પોરબંદર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસ તંત્ર દ્વારા માથાભારે શખ્સોને તેના ઠેકાણે પહોંચાડવા માટે કાર્યવાહી કરવાના ભાગરૂપે સુરા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટરશ્રી સમક્ષ મુકવામાં આવી હતી અને કલેકટરશ્રીએ તેનું પાસાનું વોરંટ ઇસ્યુ કર્યુ હતુ.