ઉનામાં લોહાણા યુવાન ઉપર હુમલાની તપાસ કરી પગલા લેવા માંગ

ઉના,

ઉનાના લોહાણા યુવાન ઉપર તા.18 જાન્યુઆરીના શહેરના રાજકીય આગેવાન અને તેના સાથીદારો દ્વારા લોહાણા યુવાન જીગર ચત્રભુજભાઈ લાખાણીનું તેમની ઓફીસ નજીકથી દિનદહાડે અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ ઢોરમાર મારવામાં આવ્યો હતો.અને ઈજાગ્રસ્ત યુવાનને બંને હાથ ભાંગી નાખવામાં આવ્યા હતા.અને ગંભીર રીતે ઈજા કરી મુકત કરવામાં આવેલ.હાલ ઈજાગ્રસ્ત હાલતમાં લોહાણા યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટનાની ઉના પોલિસમાં 19 જાન્યુુઆરીના ફરિયાદ કરવામાં આવેલ છે. પોલિસ દ્વારા અમુક આરોપીને પકડી પાડવામાં આવેલ છે. હુમલો કરનાર શખ્સો દ્વારા આ પુર્વ આયોજીત કાવતરું હોવાની અમોને પુરી શંકા છે. ત્યારે લોહાણા યુવાન પર થયેલ હુમલાની તટસ્થ તપાસ થાય અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઉના લોહાણા મહાજન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી ગૃહરાજયમંત્રીને રજુઆત કરી છે. જેમની નકલ જુનાગઢ રેન્જ આઈ.જી.એસ.પી.ગીરસોમનાથ સહિતને મોકલી આપેલ છે.