અંદાજે ૯૦૦ દિવસ બાદ શાહરૂખન ખાન નવેમ્બરના અંતમાં શૂટિંગ શરૂ કરશે

અંદાજે ૯૦૦ દિવસ સુધી બોલિવૂડથી દૂર રહેલાના કિંગ ખાન હવે ફરીથી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવા જઈ રહૃાા છે. એક રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાન ૨૦૨૧થી મોટી સ્ક્રીન પર કમબેક કરવા તૈયાર છે. છેલ્લા તે ૨૦૧૮માં આનંદ એલ રાય દ્વારા નિર્દૃેશિત ફિલ્મ ’ઝીરો’માં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. એક્ટર હવે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ’પઠાણ’માં જોવા મળશે જેનું શિડ્યુલ નવેમ્બરના અંતમાં શરૂ થવાનું છે અને તે લગભગ ૮ મહિના સુધી જુદા જુદા દેશોમાં શૂટ કરવામાં આવશે.
ફિલ્મનું શૂટિંગ જૂન ૨૦૨૧ સુધીમાં ખતમ કરવામાં આવી શકે છે અને ફિલ્મને વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રિલીઝ કરી શકાય છે. સૂત્રો મુજબ, નવેમ્બરનું શિડ્યુલ શાહરૂખ સાથે માત્ર મુંબઈમાં જ છે, જ્યારે આગામી વર્ષની શરૂઆતમાં અન્ય દેશમાં શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણ તથા જોન અબ્રાહમ તેને જોઈન કરશે. આ ફિલ્મમાં શાહરૂખ અને જોન વચ્ચે જબરજસ્ત ફાઈટિંગ જોવા મળશે, બંને એક્ટર્સ વચ્ચે દીપિકા મહત્વપૂર્ણ રોલ ભજવશે.
શાહરૂખ પઠાણ ફિલ્મ માટે પોતાના વાળ અને દાઢી વધારી રહૃાો છે. અહીં ખાસ વાત એ છે કે શાહરૂખ જૂન ૨૦૧૮માં પોતાની ફિલ્મના શૂટના ૮૭૦ દિવસ બાદ પહેલીવાર ફિલ્મના સેટ પર પાછો ફરી રહૃાો છે. ફિલ્મોથી દૂર રહૃાાના આ સમય દરમિયાન તેણે અયાન મુખર્જીની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ અને આર માધવનના જીવન પર આધારીત ’રોકેટરી’માં બે કેમિયો રોલ શૂટ કર્યા છે.
શાહરૂખ ’પઠાણ’ બાદ આગામી ફિલ્મ ઓગસ્ટમાં રાજકુમાર હિરાણી અથવા સાઉથના ડિરેક્ટર અટલી સાથે શરૂ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ’એટલીની ફિલ્મ હજુ શરૂઆતના તબક્કામાં લાગી રહી છે, એવામાં એક્ટર હિરાણીની ડ્રામા ફિલ્મ શરૂ કરી શકે છે, કારણ કે અન્ય બંને ફિલ્મો એક્શનથી ભરપૂર હશે. પરંતુ હિરાણી પોતાની સ્ક્રીપ્ટ પૂરી કરવામાં સમય લેશે અને ૨૦૨૧ના મધ્યમાં જ આ સંભાવનાઓ સ્પષ્ટ થઈ શકશે.’