ડિમ્પલ કાપડિયા હોલિવૂડની ફિલ્મ ટેનેટમાં જોવા મળશે

મુંબઇ,બોલિવૂડની દિૃગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડીયા હોલિવૂડની ફિલ્મ ટેનેટમાં જોવા મળશે. તેણે જાહેરાત કરી હતી કે, તે ક્રિસ્ટોફર નોલન દ્વારા લિખિત તથા નિર્દૃેશિત તેમની ફિલ્મ ટેનેટ ભારતમાં ૪ ડિસેમ્બરે રિલીઝ થશે. લોકો પણ તેના ખૂબ રાહ જોઈ રહૃાા છે.
અભિનેત્રીએ આ અંગે જણાવ્યુ છે કે, ભારતના તમામ સિનેમાઘરોમાં ૪ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. ત્યારે આ અંગેની જાહેરાત કરતા મને ખુબ ખુશી થઈ રહી છે. આ પ્રોજેક્ટ સાથે જોડાવું મારા માટે ખાસ છે. ફિલ્મમાં ઘણા શાનદૃાર સિન્સ, એક્શન સીક્વેંસ, ટર્ન અને ટ્વીસ્ટ છે. જેનો આપ મોટા પડદૃા પર લાભ ઉઠાવી શકશો.
સાઈંસ ફિક્શન એક્શન ફિલ્મમાં જોન ડેવિડ વોિંશગ્ટન, રોબર્ટ પૈટિનસન, એલિઝાબેથ ડેબિકી, િંડપલ કાપડીયા, માઈકલ કેન અને કેનેથ બ્રાનઘ જેવા કલાકારો છે.