કોરોનાથી શંભુપરાના વૃધ્ધનું મોત

  • 20 દર્દીઓ સાજા થતા રજા અપાઇ : 176 દર્દીઓ સારવારમાં, કુલ કેસની સંખ્યા 3131 થઇ
  • સોમવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ આવ્યા

અમરેલી,
અમરેલી જિલ્લામાં રવિવારે 17 કેસ નોંધાયા બાદ સોમવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ આવ્યા છે અને અમરેલીમાં સારવાર દરમિયાન કોરોનાથી અમરેલીના શંભુપરા ગામના 63 વર્ષના વૃધ્ધનું મોત નીપજતા સતાવાર મૃત્યુુઆંક 35 થયો છે સોમવારે 20 દર્દીઓ સાજા થતા રજા અપાઇ હતી 176 હાલમાં દર્દીઓ સારવારમાં છે અને કોરોનાની કુલ કેસની સંખ્યા 3131 થઇ છે.