વરૂણ ધવન અને સારાની જોવા મળી દમદાર કેમેસ્ટ્રી ફિલ્મ ‘કુલી નંબર.૧નું નવું ગીત ‘મમ્મી કસમ રીલીઝ કરાયું

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર.૧ ચર્ચામાં છે. વર્ષ ૨૦૨૦ જતા જતા આ ફિલ્મ દર્શકો વચ્ચે ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મના એક બાદ એક ગીત રિલીઝ થઈ રહૃાાં છે જેને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહૃાો છે. હવે ફિલ્મનું એક નવું ગીત ‘મમ્મી કસમ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીતમાં વરૂણ-સારાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
કુલી નંબર ૧ હાલમાં રિલીઝ થયેલા ગીત ‘હુસ્ન હૈ સુહાના અને ‘ભાભી લીસ્ટમાં ટોપ પર છે, તો ધમાલ મચાવવા માટે હવે ‘મમ્મી કસમ ગીત પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીતને તૈયાર કર્યું છે તનિષ્ક બાગચીએ અને તેમાં મેલોડીની સાથે ઉદિત નારાયણ, મોનાલી ઠાકુર અને રેપર ઇક્કા સિંહના શાનદાર અવાજોનો નમૂનો જોવા મળ્યો છે. ગીતના બોલ શબ્બીર અહમદે લખ્યા છે. પ્રથમવાર બંન્નેની કેમેસ્ટ્રી રંગ જમાવતી જોવા મળશે.