હું નવા ભારતનું પ્રતિનિધિતત્વ કરું છું: કોહલી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં કહૃાું કે, “હું નવા ભારતનું પ્રતિનિધિતત્વ કરું છું. હું હંમેશા પોઝિટિવ રહીને પડકારનો સામનો કરવા તૈયાર છું.” તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ગ્રેગ ચેપલે કહૃાું હતું કે, કોહલી બધા નોન-ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં સૌથી ઓસ્ટ્રેલિયન વ્યક્તિ છે. આના જવાબમાં કોહલીએ આ પ્રતિક્રિયા આપી છે.

પોતાની આક્રમક રમત અને કપ્તાની વિશે વાત કરતા કોહલીએ કહૃાું કે, હું હંમેશા મારી જાત સાથે રિયલ રહૃાો છું. મારી પર્સનાલિટી અને કેરેક્ટરના લીધે નવા ભારતનું પ્રતિનિધિત્વ કરું છું. હું ઓસ્ટ્રેલિયન્સ સાથેની સરખામણી અંગે વિચારતો નથી. ભારતીય ટીમ તરીકે અમે આવી છાપ છોડી છે અને પ્રથમ દિવસથી હું આ રીતે જ રમ્યો છું અને રહૃાો છે.

કોહલીએ કહૃાું કે, નવું ભારત દરેક પડકાર માટે તૈયાર છે. અમે પોઝિટિવ માઇન્ડસેટ સાથે દરેક ચેલેન્જનો સામનો કરીએ છીએ. અમે સુનિશ્ર્ચિત રહીએ છીએ કે અમે દરેક પડકાર માટે તૈયાર છીએ.