વડાપ્રધાન મોદીએ ઉથલાવી છે કમલનાથ સરકાર: કૈલાશ વિજયવર્ગીયનો સ્ફોટક ખુલાસો

  • ઇન્દોરમાં ખેડૂત સંમેલનમાં ભાજપ નેતા નિવેદનથી લોકો સ્તબ્ધ

 

ઇન્દોરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટું નિવેદન આપ્યું છે. ખેડૂત સંમેલનમાં પોતાના ભાષણ દરમ્યાન વિજયવર્ગીયએ કહૃાું છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પાડવામાં જો કોઈની મહત્વની ભૂમિકા છે તો તે નરેન્દ્ર મોદીની હતી.

વાસ્તવમાં, ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા પર શરૂ થયેલ ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા શહેરોમાં ખેડૂત સંમેલનનું આયોજન કર્યું હતું. ઇન્દોરમાં ખેડૂત સંમેલનની જવાબદારી કૈલાશ વિજયવર્ગીય અને નરોત્તમ મિશ્રાને આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવા અંગે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે મહત્વનો ખુલાસો કર્યો.  તેમણે ઈન્દૃોરમાં આયોજિત એક કિસાન સંમેલનમાં દાવો કર્યો કે, મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવામાં પીએમ મોદીની મહત્વની ભૂમિકા હતી.  તેમણે જણાવ્યુ હતુ કે, તમે કોઈને આ વાત જણાવશો નહી. મે આજ સુધી આ વાત કોઈને કરી પણ નથી.

કમલનાથની સરકાર પાડવામાં જો કોઈએ મહત્વની ભૂમિકા નિભાવી હોય તો એ પીએમ મોદી હતા.  તેમણે જણાવ્યુ હતુ કે, ધર્મેન્દ્ર પ્રધાને સરકાર પાડવામાં કોઈ ભૂમિકા અદા કરી નથી. જ્યારે કૈલાશ વિજયવર્ગીયે આ પ્રકારનું નિવેદન આપ્યું ત્યારે ખુદ ધર્મેન્દ્ર પ્રધાન મંચ પર હાજર હતા.

વિજયવર્ગીયનું નિવેદન ટ્વીટ કરતી વખતે પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના મીડિયા કોઓર્ડિનેટર નરેન્દ્ર સલુજાએ કહૃાું કે કૈલાશ વિજયવર્ગીય હવે પોતાના મોઢેથી કહી રહૃાા છે કે કમલનાથ સરકારને પછાડવામાં નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા હતી. કોંગ્રેસ શરૂઆતથી જ આ કહેતી રહી છે, પરંતુ ભાજપના પતનનું કારણ કમલનાથ સરકાર કોંગ્રેસની આંતરિક લડાઇ વિશે ખોટુ કહેતી રહી છે, તે સત્યને ઢાંકતી આવી છે, પરંતુ આજે સત્ય તેમની જીભ પર આવી જ ગયું.