આજનું રાશિફળ : રૂપ બદલવામાં હોશિયાર વાઇરસ હજુ માનવજાતને જંપવા દેતો નથી

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.

અગાઉ લખ્યા મુજબ રૂપ બદલવામાં હોશિયાર વાઇરસ હજુ માનવજાતને જંપવા દેતો નથી અને બ્રિટનમાં તે નવી તૈયારી સાથે ખતરનાક બની ખાબકી રહ્યો છે જે વિશ્વ માટે ચિંતાજનક છે. આ ઉપરાંત અગાઉ કેતુના રહસ્યમય રાશિ વૃશ્ચિકમાં આવવા સાથે અનેક અલૌકિક ઘટનાઓ બનશે તથા પરગ્રહવાસી વિષે વધુ માહિતી મળશે તેમ અત્રે જણાવેલ તે મુજબ વૈજ્ઞાનિકોએ કેટલાક રેડીઓ તરંગો મેળવ્યા છે જેના વિષે સંશોધન ચાલુ છે જે સૂચવે છે કે બીજા ગ્રહ પર જીવ હોવાની શક્યતાઓ છે. છેલ્લા ઘણા સમયથી આ બાબતમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે અને ઉચ્ચ દરજ્જાના વૈજ્ઞાનિકોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. ગોચર ગ્રહોની આ સ્થિતિ વચ્ચે નેપાળથી લઇ અફઘાનિસ્તાન સુધી બધે અવ્યવસ્થા સર્જાતી જોવા મળે છે તો ચીન હજુ પ્રકૃતિને વધુને વધુ પરેશાન કરવાની તૈયારી કરી રહ્યું છે જે પગલાંઓ માનવજાત માટે યોગ્ય નથી જેનો જવાબ આગામી દિવસોમાં માનવજાતે આપવો જ રહ્યો.