ભારત-ઓસ્ટ્રેલિયા બૉક્સિગં ડે ટેસ્ટમાં ’મેન ઓફ ધ મેચ’ ખેલાડીને મળશે જૉની મુલાગ એવોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ૨૬ ડિસેમ્બરથી શરૂ થનારી બૉક્સિગં ડે ટેસ્ટ ક્રિકેટ મેચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે મેન ઓફ ધ મેચને મોટુ ઇનામ મળશે. મેન ઓફ ધ મેચ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે. જૉની મુલાગ વિદેશ પ્રવાસ પર જનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા, તેમની આગેવાનીમાં ૧૮૬૮માં ટીમે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- બૉક્સિગં ડે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે.

આનુ દિગ્ગજ જૉની મુલાગના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જે ૧૮૬૮ની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમ હતી. જૉની મુલાગનુ અસલી નામ ઉનારિમિન હતુ, અને તેમને ૧૮૬૮માં ક્ષેત્રીયી ટીમનુ નેતૃત્વ કર્યુ હતુ. આ પ્રવાસમાં તેમને ૪૭માંથી ૪૫ મેચ રમી હતી, અને લગભગ ૨૩ની એવરેજથી ૧૬૬૮ રન બનાવ્યા હતા. તેમને ૧૮૭૭ ઓવર પર નાંખી હતી જેમાં ૮૩૧ ઓવર મેડન હતી, અને ૧૦ની એવરેજથી ૨૪૫ વિકેટ ઝડપી હતી. પોતાની કેરિયરમાં તેમને કામચલાઉ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવી હતી, અને ચાર સ્ટમ્પિંગ કરી હતી.