અમરેલીમાં યમરાજાના ડેરા તંબુ ઉઠતા નથી : વધુ એક મોત

  • જિલ્લામાં કોરોનાનાં કેસનો ગ્રાફ સતત નીચે : સાત કેસ
  • શહેરની બ્રાહ્મણ સોસાયટીના 65 વર્ષના વૃધ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું

અમરેલી, અમરેલીમાં કોરોનાનાં કેસની સંખ્યા ઓછી થઇ રહી છે પરંતુ કોઇને કોઇ કારણોસર તેમના દર્દીઓના મૃત્યુનો સીલસીલો સતત ચાલુ રહે છે આજે વધુ એક દર્દીનું મૃત્યુ થયુ હતુ.અમરેલી જિલ્લામાં કોરોનાનાં આજે સાત કેસ નોંધાયા હતા એ સાથે જ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3495 થઇ છે અને શહેરની બ્રાહ્મણ સોસાયટીના પરશુરામ નગરમાં રહેતા 65 વર્ષના વૃધ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ.