- રાજસ્થાનના ભાજપ ધારાસભ્ય મદન દિલાવરનો બફાટ
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અંગે રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહૃાું કે ’કેટલાક તથાકથિત ખેડૂત કૃષિ કાયદાનો વિરોધ કરી આંદોલન કરી રહૃાા છે. આ તથાકથિત ખેડૂતો કોઈ પણ આંદોલનમાં ભાગ લેતા નથી પરંતુ ખાલી સમયમાં ત્યાં બેસીને બિરિયાની અને ડ્રાઈફ્રૂટ્સનો આનંદ લઈ રહૃાા છે. આ બધુ તેમને બર્ડ લૂ ફેલાવવાનું ષડયંત્ર છે.’
ભાજપ વિધાયક મદન દિલાવરે વધુમાં કહૃાું કે ’ખેડૂતોની વચ્ચે આતંકવાદી, લૂટેરા અને ચોર હોઈ શકે છે અને તેઓ ખેડૂતોના દુશ્મન પણ હોઈ શકે છે. આ બધા લોકો દેશને બરબાદ કરી શકે છે. જો સરકાર આંદોલન સ્થળોથી તેમને નહીં હટાવે તો બર્ડ લૂ એક મોટી સમસ્યા થઈ શકે છે.’
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં દોઢ મહિનાથી પોતાની માગણીના સમર્થનમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે કેન્દ્ર સરકાર સતત વાર્તા કરીને સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે. આ બધા વચ્ચે ભાજપ નેતા મદન દિલાવરનું આવું વિવાદિત નિવેદન રાજકીય વિવાદને હવા આપી શકે છે. મદન દિલાવરનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ વાયરલ થઈ રહૃાું છે.