વિરાટ-અનુષ્કાની દિકરીની પ્રથમ તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ

વિરુષ્કાની દિકરીની પ્રથમ તસવીર મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ તેમાં ફેન્સની ઉત્સુક્તા વધશે. કારણ કે આ તસવીરમાં બાળકીના માત્ર પગ દેખાઇ રહૃાા છે. આ તસવીર કોહલીના ભાઇ વિકાસ કોહલીએ શેર કરી છે.

ટીમ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં સોમવારે પ્રથમ સંતાન તરીકે દિકરીનું પારણુ બંધાયું. વિરાટે આ અંગે ટ્વીટર પર સંદેશ આપી ખુશી વ્યક્ત કરી હતી.

ત્યાર બાદ તો ફેન્સ અને તેના ફોલોઅર્સે સોશિયલ મીડિયા પર અભિનંદનની ઝડી લગાવી દૃીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર તો ૨ કલાકમાં ૩૭ લાખ લોકોએ વિરાટની પોસ્ટ લાઇક કરી હતી.

માનવામાં આવી રહૃાું છે કે બાબા અનંત મહારાજ વિરુષ્કાની દિકરીનું નામ રાખશે. બંનેના જીવનમાં અગાઉ પણ બાબા અનંતની મહત્વની ભૂમિકા રહેલી છે. વિરાટ અને અનુષ્કા ઘણા મહત્વના નિર્ણયમાં તેમની સલાહ લે છે.