અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા લઘુ અખબારોનાં વિવિધ પ્રશ્ર્ને સંયુક્ત માહિતી નિયામકને રજુઆત

અમરેલી,
ગુજરાત સરકારના માહિતી ખાતું, ગાંધીનગર તરફથી અવારનવાર લઘુ અખબારોની મુશ્કેલીઓમાં વધારો કરવાના થતાં પ્રયાસો સામે અમરેલી જીલ્લા તંત્રી સંઘ દ્વારા રજૂઆત કરવા અને લઘુઅખબારોને ગુજરાત સરકાર પોતાના ગણી સાવકાપણાંની નિતીએ જે વ્યવહાર કરવામાં આવે છે તેનું નિરાકરણ કરી લધુ અખબારોની પ્રોત્સાહન નિતી દ્વારા ગુજરાત સરકારશ્રીનું માહિતીખાતુ તેના વડિલપણાની હુંફ આપી યોગ્યકકરરે તેવી લાગણી સહ માંગણી કરી રહયું છે. 1-ગુજરાત સરકારશ્રીની માન્ય જાહેરાત મેળવતા સાપ્તાહિક/પાક્ષિક અખબારોને તાજેતરમાં માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર. તરફથી જારી કરેલ તા. 13/01/2021 ના પરિપત્રમાં કાગળોના તેમજ પ્રિન્ટીંગના જી.એસ.ટી. બીલોની માંગણી કરેલ છે જે હકિકતે લધુ અખબારો (સાપ્તાહિક/પાક્ષિક) તે જી.એસ.ટી. ના દાયરામાં આવતા ન હોય જેથી તે માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર. તરફથી જારી કરેલ તા. 13/01/2021 નો પરિપત્ર રદ કરવો. 2 – રાજય સરકાર દ્વારા લધુ અખબારોને ટકાવી રાખવાની પ્રોત્સાહક નીતિ દ્વારા વાર્ષિક જાહેરાતોની સંખ્યામાં અવાર – નવાર કટોતીની નીતિ અપનાવાતી હોય છે. જેનો માહિતીખાતા દ્વારા સરળ માર્ગ કરી વાર્ષિક જાહેરાતોમાં હાલમાં મળતી જાહેરાતોમાં ઉમેરો કરી વાર્ષિક 24 જેવી જાહેરાતો આપવા તેમજ લધ્ાુ અખબારોને જીવંત રાખવા જાહેરાતોના દરોમાં વધારો કરવો. 3 – ગુજરાત સરકાર તરફથી અગાઉ લધુ અખબારોના પ્રતિનિધિઓના પરિવારો સાથેના પ્રવાસનું જીલ્લા તથા રાજયકક્ષાએથી આયોજન માહિતી ખાતા દ્વારા થતું જે ઘણાં લાંબા સમયથી બંધ હોય જે પત્રકારોના પ્રવાસનું આયોજન ફરી શરૂ કરવા. 4 – રાજયના માન્ય સીનીયર સીટીજન પત્રકારોને પેન્શન આપવા અંગે અન્ય રાજયો માફક જોગવાઇ કરવી. 5 – અમરેલીમાં માન્ય પત્રકારોની પ્રેસ કોલોનીનું નિર્માણ કરવું. 6 – છેલ્લા થોડા સમયથી રાજય સરકાર તેમજ ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સાપ્તાહિક અખબારોના માન્ય પ્રતિનિધિઓને ચૂંટણી પ્રવેશ તથા મતગણતરીના પાસ અપાતા ન હોય જે ફરી શરૂ કરવા માંગ કર્યાનું જણાવ્યું છે.