ઇન્ડિયન આઈડલ૧૨: સીંગર સવાઇ ભટ્ટની ગરીબી પર ઉઠ્યા સવાલ

ટીવી પર હાલ ઇન્ડિયન આઈડલ ૧૨ સિઝન ચાલી રહી છે. આ શો ખૂબ પોપ્યુલર રિયાલિટી શો છે. હાલ આ શોમાં સૌથી વધુ ચર્ચા રાજસ્થાનના સવાઇ ભટ્ટની થઇ રહી છે. સવાઇ ભટ્ટની શાનદાર ગાયકીએ સૌને તેના મુરીદ બનાવી દીધા છે પરંતુ હાલ  આ શોમાં ટીઆરપી માટે ખેલાતા ખેલની પોલ છતી થતાં વિવાદ સર્જાયો છે. સવાઇ ભટ્ટ તેમની સીંગિગ પ્રતિભાના કારણે શોમાં છવાઇ ગયા છે.

આ શોમાં તેમની સંઘર્ષ ગાથા પણ દર્શાવવામાં આવી છે. જેમાં જણાવાયું હતું કે, સવાઇ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમણે સીંગર બનવાનું સપનુ પૂર્ણ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહૃાો છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ છે. જેના કારણે સવાઇ સંઘર્ષ ગાથા પર સવાલ ઉઠી રહૃાાં છે. સવાઇ ભટ્ટની હાલ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. તસવીરમાં તે લાઇવ કોન્સર્ટમાં ગાતા જોવા મળે છે. આ તસવીર પરથી યુઝર્સે તેમની સંઘર્ષ ગાથા પર સવાલ ઉઠાવ્યાં છે. હકીકતમાં સવાઇ ભટ્ટ એટલા પણ ગરીબ નથી, જેટલા શોમાં દર્શાવવામાં આવ્યા છે.

આ ઘટના બાદ હવે શો મેકર્સ પર પણ સવાલ ઉઠી રહૃાાં છે. સોશિયલ મીડિયા પર હવે આ તસવીરોને લઇને યુઝર્સ ટીપ્પણી કરી રહૃાાં છે. એક યુઝર્સે લખ્યું કે,  માટે સવાઇ ભટ્ટને ગરીબ બનાવી દીધો. યુઝર્સે લખ્યું કે,  સવાઇ ભટ્ટને ટ્રેડિશનલ સીંગર તરીકે રજૂ કરાઇ છે. જો કે તે એક રિયલમાં તે એક પ્રોફેશનલ સીંગર છે”