આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન .

અગાઉ લખ્યા મુજબ રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહો આવી ગયા છે જે કાલસર્પદોષનું નિર્માણ કરે છે અને ગોચર ગ્રહોમાં નવી ભાત બનાવે છે વળી મકર રાશિમાં પ્લુટો સાથે ગુરુ શનિ સૂર્ય બુધ યુતિ માં છે અને મંગળ સ્વગૃહી ચાલી રહ્યા છે ભારતમાં અને વિશ્વમાં આતંકી ગતિવિધિ તેજ થવાનું સૂચન કરે છે વળી સીમા પર તંગદિલી વધતી જોવા મળે આ સમયમાં આંતરિક સુરક્ષા પર વધુ ભાર મુકવો પડે. આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ શેર બજાર નવા સીમાચિહ્નન સ્થાપિત કરતું જોવા મળે વળી હવે બુધ મહારાજ કુંભ તરફ ગતિ કરશે ત્યારે શેરબજાર પાછું પડતું જોવા મળશે પરંતુ આ સમય માં બંને તરફના સિમ્હાચિહ્નન કરતું જોવા મળશે. એકંદરે ગ્રહોની સ્થિતિ સુધારા પર હોઈ ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે વળી વિશ્વ સ્તરે પણ ભારતનો અવાજ બુલંદ થતો જોવા મળે.