ક્રિકેટર વિજય શંકરે મંગેતર વૈશાલી વિશ્વેશ્વર સાથે લગ્ન કર્યા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે બુધવારે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વર સાથે લગ્ન કરી લીધા. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લગ્ન સમારોહમાં ઓછો લોકો જોડાયા હતા. જ્યારે વિજય પણ હવે પરણિતોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદ્રાબાદે વિજય શંકરને લગ્નની તસવીર શેર કરતાં તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, ‘અમે આ નવપરણિત કપલને તેના જીવનના શાનદાર દિવસ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે જ તેના સારા લગ્નજીવનની કામના કરીએ છીએ. નોંધનીય છે કે, ઓલરાઉન્ડર વિજય શંકર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમમાંથી રમે છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી. વિજયે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સગાઈની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આઈપીએલ ૨૦૨૦ માટે યૂએઈ રવાના થતા પહેલા તેની સગાઇના અહેવાલ સામે આવ્યા હતા. આ અવસર પર કેએલ રાહુલ યુઝવેન્જ્ર ચહલ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, વરૂણ નાયર, મોહમ્મદ સિરાજ, સિદ્ધાર્થ કૌલ અને અભિનવ મુકુંદ જેવા ખેલાડીઓએ તેની તસવીર પર કમેન્ટ કરતાં શુભેચ્છા પાઠવી હતી.