અભિનવનાં સમર્થનમાં ઉતર્યા ટીવી સ્ટાર્સ: રાખીના સપોર્ટ પર ટ્રોલ થયો સલમાન

બિગ બોસ ૧૪માં જ્યારથી રાખી સાવંતની એન્ટ્રી થઇ છે. તે તેનાં ઘણાં રૂપ દર્શકોને દેખાડી ચૂકી છે. ક્યારેક ડરાવનો તો ક્યારેક રોમેન્ટિક અંદાજથી તે દર્શકોનું મનોરંજન કરી રહી છે. રાખીએ ગત અઠવાડિયા પહેલાં જ રુબીના દિલૈક નાં પતિ અને એક્ટર અભિનવ શુક્લા સાથે લવ ટ્રેક શરૂ કર્યુ છે. જે અભિનવ અને રૂબીનાને જરાં પણ પસંદ નથી આવી રહૃાું. હાલમાં જ અભિનવને રાખી સાવંતે એટલો પરેશાન કર્યો કે તે રડી પડ્યો હતો. અને તેણે ઘરે જવાની માંગણી પણ કરી લીધી. તો બીજી તરફ સલમાન ખાને રાખી સાવંતની હરકતો બદલ તેને સમજાવવાની જગ્યાએ તેનું સમર્થન કર્યુ હતું. જે બાદ હવે સલમાન ખઆન ટ્રોલર્સનાં નિશાને આવી ગયો છે. ઘણાં ટીવી સ્ટાર્સ સહિત એક્સ બિગ બોસ કંટેસ્ટંટ પણ સલમાન ખાનનાં રાખી સાવંતને સપોર્ટ કરવા પર તેનાંથી નારાજ છે. સૃષ્ટિ રોડેથી લઇ રાહુલ મહાજન સુધીનાં ઘણાં સ્ટાર્સે સલમાન ખાનનાં નિવેદનની નિંદા કરી છે.

જેમાં તે અભિનવ શુક્લાને કહે છે કે, ’રાખી સાવંત શોની સૌથી મોટી એન્ટરટેઇનર છે અને તે જે કંઇ કરી રહી છે તેનાંથી અભિનવને જ ફાયદોથઇ રહૃાો છે.’ ઘણાં ટીવી સ્ટાર્સનું માનવું છેકે, સલમાન ખાન રાખી સાવંતનાં ખોટા હોવા પર પણ તેને સાચી સાબિત કરવામાં લાગેલો છે. સૃષ્ટિ રોડેએ અભિનવનાં સમર્થનમાં એક ટ્વિટ કરી છે. જેમાં તે લખે છે કે, ’અભિનવ શુક્લા તૂ હિંમત ન હારતો, આ લોકો ખોટા છે, તુ નહીં. આ વાતો તને સ્ટ્રોંગ બનાવશે. તો એન્ડી કુમાર લખે છે કે, ’મને વિશ્ર્વાસ નથી થઇ રહૃાો આવું હેરેસમેન્ટ અને બિગ બોસ ૧૪માં તેને ફાયદાનું નામ આપવામાં આવી રહૃાું છે.

વાહ, વ્યૂઅર્સ અભિનવની સાથે છે. તો રાહુલ મહાજન કહે છે કે, – રાખી સાવંત ચીપ છે અને જે લોકો હજુ પણ તેને સપોર્ટ કરે છે તે મહા ચીપ છે. ઈંઅભિનવશુક્લા’ ગત એપિસોડમાં રુબીના દિલૈકે રાખી સાવંતને આ વાત પર ફટકાર લગાવી હતી. તેણે અભિનવ શુક્લાની શોર્ટ્સનું નાડુ ખેચ્યું હતું. જે ખોટું છે. જે બાદ રાખી સાવંત અભિનવની આજુ બાજુ ફરીને તેને પરેશાન કરતી નજર આવી. વિકેન્ડના વારમાં પણ આ ટોપિક ઉઠ્યો અને સલમાને રાખી સાવંતનો સપોર્ટ કર્યો. જેનાંથી શોનાં પૂર્વ કંટેસ્ટંટ અને ટીવી સ્ટાર્સ ઘણાં નારાજ થઇ ગયા હતાં.