- ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું નિવેદન
ઈંગ્લેન્ડની ટીમના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ભારતમાં લીમિટેડ ઓવરની ક્રિકેટ રમવાનો અનુભવ છે. પરંતુ તે ભારતમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમવા માટે ૫ ફેબ્રુઆરીમાં મેદાનમાં ઉતરશે. બન્ને દેશો વચ્ચે શુક્રવારથી ૪ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. આ દરમિયાન તેમણે યજમાન ટીમ સામે આગામી ટેસ્ટ સિરીઝ પહેલા કહૃાું છે કે ભારતમાં આઈપીએલ રમવાનો અનુભવ કામ નહીં આવે.
આર્ચર છેલ્લા કેટલાક સમયથી ભારતમાં આઈપીલ રમી રહૃાો છે, પરંતુ તે પહેલીવાર અહીંયા ટેસ્ટ મેચ રમશે. આ ઉપરાંત તેમણે કહૃાું કે, ભારતની ટીમના ટોપ-૬ બેટ્સમેનમાંથી દરેક સદી ફટકારવા માટે સક્ષમ છે. જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ઓપનર બેટ્સમેન રોરી બર્ન્સ ઈંગ્લેન્ડના શ્રીલંકા પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. એવામાં આ ખેલાડીઓ ટીમ પહેલા જ ભારત આવી ગયા હતા અને તેમણે તેમની ટીમ પહેલા જ ચેન્નાઈમાં પ્રેકટીસ શરૂ કરી દીધી હતી.
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં પૂરી ભારતીય બેટિંગ લાઈનને સંભવિત ખતરો બતાવી છે, આમ કહેતા કે નંબર ૧થી ૬ સુધીના તમામ બેટ્સમેન સદી ફટકારવાની ક્ષમતા રાખે છે. દરેક ખેલાડી ઈંગ્લેન્ડની ટીમ માટે મુસીબત ઉભી કરી શકે છે. ટોપ-૬ની વાત કરીએ તો, રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી, અિંજક્યે રહાણે અને રિષભ પંત હોઈ શકે છે.
આર્ચરે મીડિયા સાથે વાત કરતા કહૃાું, હું ક્યારેય ભારતમાં ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી. તમે વાસ્તવમાં સિમિત ઓવરની ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટની તુલના નથી કરી શકતા. તેમણે તેમના બોલિંગ સ્પેલને લઈને કહૃાું કે, આ ટીમ સંયોજન પર નિર્ભર કરશે કે કેવી રીતે બોલિંગ કરવી છે. તેમણે વધુમાં કહૃાું કે, જો અમે ત્રણ ફાસ્ટ બોલર સાથે રમીશું તો મને લાગે છે કે મારે વધુ બોલિંગ નહીં કરવી પડે.