આજનું રાશિફળ : આપણાં શરીરમાં જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાઓનું વહન

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,એકંદરે દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : જાત સાથે મનોમંથન કરી શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી વાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન મિત્ર સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને મધ્યમ રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

બુધ મહારાજ વક્રી થઇને મકરમાં પ્રવેશી ચુક્યા છે. ગ્રહોમાં બુધ યુવરાજ છે. બુધ મહારાજ બુધ્ધિ, વાણી અને મામાનો કારક ગ્રહ છે. આ સિવાય સંદેશાવ્યવહાર, વાણિજ્ય, વિદ્યાભ્યાસ, લખાણો, પુસ્તકો, પ્રકાશન, મુદ્રણ, મુસાફરી, જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રનો કારક છે. બુધ સંદેશાવાહક છે. સંદેશા વ્યવહારના સાધનો જેવા કે ટપાલ સેવાઓ, કુરિયર, ટેલિફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે પર આધિપત્ય ધરાવે છે. આપણાં શરીરમાં જ્ઞાનતંતુઓ દ્વારા સંદેશાઓનુ વહન થાય છે. આમ બુધ માનવશરીરમાં જ્ઞાનતંતુઓ પર આધિપત્ય ધરાવે છે. બુધ એ તીવ્ર બુધ્ધિ આપનાર ગ્રહ છે. બુધપ્રધાન જાતકો ઝડપથી કોઈ પણ વિષયને સમજીને ગ્રહણ કરી લે છે. બુધ ગ્રહણશીલ અને અનુકરણ કરનારો ગ્રહ છે. ઉત્તમ પ્રકારની વિનોદ વૃતિ ધરાવે છે. સારી યાદશક્તિ ધરાવે છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં કુશળતા ધરાવે છે. બુધ એ સૌથી અનુકૂલનશીલ ગ્રહ છે. બુધપ્રધાન જાતકો કોઈ પણ પરિસ્થિતિ અને સંજોગોમાં ઝડપથી અનુકૂલન સાધી લે છે. હાલના સમયમાં કમ્યુનિકેશન પર બુધનું આધિપત્ય ગણાય. બુધ વેપાર વાણિજ્યનું નિયમન કરે છે.