અંતરીક્ષમાં ભારતનો દબદબો: ઇસરોએ પ્રથમ વાર પ્રાઇવેટ ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યું

ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxel નું ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરો માટે આ પ્રથમ વખત હતું જ્યારે તેણે કોઇ પ્રાઇવેટ સેટેલાઇટનું ટેસ્ટીંગ કર્યું છે. પહેલા ઇસરો પ્રિવેટ કંપનીઓને માત્ર રોકેટ અને ઉપગ્રહોના વિભિન્ન સ્પેર પાર્ટસના નિર્માણમાં જ મદદ કરતું હતું.

ગયા વર્ષે જીન મહિનામાં ઇસરોના દરવાજા પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણય બાદ આ સંભવ બન્યું છે. એક સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્રની સ્થાપના માત્ર પ્રાઇવેટ ક્ષેત્રની અંતરીક્ષ ગતિવિધિની દેખરેખ કરવા માટે જ નહીં પરંતુ ઇસરોની સુવિધાઓ માટે પણ કરવામાં આવી છે.

આ ઘોષણાના બરાબર આઠ મહિના બાદ ઇસરો આ ઉપગ્રહોને આ મહિનાના અંતમાં નક્કી થેયલા PSLV મિશન અંતર્ગત લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ એવું પહેલું મિશન હશે કે જ્યાં ભારતીય ઉદ્યોગ દ્વારા ઉપગ્રહોને વ્યાવસાયિક રુપે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.

સ્પેસક્રિડજ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉપગ્રહોને ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેને જાન્યુઆરી ૨૦૧૯માં એક પ્રયોગના રુપમાં પીએસએલવીના ત્રીજા તબક્કામાં લોન્ચ કરવામાં આવશે.